Asian Games 2023: 10 હજાર મીટર રેસમાં ભારતને મળ્યા બે મેડલ, કાર્તિક અને ગુલવીરે રચ્યો ઈતિહાસ
ચીનના હાંગઝોઉ શહેરમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સના સાતમા દિવસે ભારતે પુરુષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ બંને મેડલ કબજે કર્યા છે.
Asian Games 2023: ચીનના હાંગઝોઉ શહેરમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સના સાતમા દિવસે ભારતે પુરુષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ બંને મેડલ કબજે કર્યા છે. ભારત તરફથી આ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા કાર્તિક કુમારે 28:15:38ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ગુલવીરે 28:17:21ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં એટલે કે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. અગાઉ છઠ્ઠા દિવસે કિરણ બાલિયાને મહિલાઓની ગોળાફેંક ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
NEW MEDAL🏅 ALERT IN ATHLETICS 🥳 at #AsianGames2022
— SAI Media (@Media_SAI) September 30, 2023
In Men's 10000m Finals, #KheloIndia Athlete Kartik Kumar & Gulveer Singh win a 🥈& 🥉respectively!!
Both Kartik & Gulveer bettered their personal bests and clocked 28.15.38 28.17.21 respectively to win a silver and bronze.… pic.twitter.com/pcxDOqI7xn
એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં કુલ 10 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સિવાય 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. જેના પછી મેડલની કુલ સંખ્યા હવે 38 પર પહોંચી ગઈ છે. હાલમાં ભારત એથ્લેટિક્સમાં વધુ મેડલ જીતે તેવી અપેક્ષા છે. જેમાં તમામની નજર બરછી સ્પર્ધામાં નીરજ ચોપરા પર રહેશે.
ચીનમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતનું અત્યાર સુધી જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું છે. ટેબલ ટેનિસની વિમેન્સ ડબલ્સ ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને ભારતીય જોડીએ સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને મેડલ પણ નિશ્ચિત કરી લીધો છે. ભારત તરફથી આ ઈવેન્ટમાં સુતીર્થા અને અહકિયાની જોડીએ વર્લ્ડ નંબર-2 ક્રમાંકિત ચીનની મેંગ અને યીદીની જોડીને 11-5, 11-5, 5-11 અને 11-9 થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓએ મેચની શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ બે સેટ 11-5 અને 11-5થી જીતીને નોંધપાત્ર લીડ મેળવી હતી. આ પછી તેને ત્રીજા સેટમાં 11-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. સુતીર્થા અને અહકિયાની જોડીએ ચોથા સેટમાં શાનદાર પુનરાગમન કર્યું હતું અને ચીનની જોડીને 11-9થી હરાવીને આ ઈવેન્ટમાં પણ દેશ માટે મેડલ સુનિશ્ચિત કર્યો હતો.
ભારતે 19મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે કુલ 36 મેડલ જીત્યા છે, જેમાં 10 ગોલ્ડ, 13 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સિવાય બીજી ઘણી ઈવેન્ટ્સમાં મેડલ કન્ફર્મ થયા છે, જેમાં ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ મેળવવો નિશ્ચિત માનવામાં આવે છે. અત્યાર સુધી ભારતે સૌથી વધુ મેડલ શૂટિંગ અને રોઈંગની ઈવેન્ટમાં જીત્યા છે.
સ્ક્વોશ ટીમે પણ કરી કમાલ, ગોલ્ડ મેડલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું
19મી એશિયન ગેમ્સમાં ભારત માટે સાતમો દિવસ પણ ખૂબ જ સારો રહ્યો જેમાં બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ સવારે ટેનિસ મિક્સ ડબલ્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ મેન્સ સ્ક્વોશ ટીમે પણ પોતાની અંતિમ મેચમાં પાકિસ્તાનને રોમાંચક રીતે હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી અને ગોલ્ડ મેડલ જીત્યો.
ભારતે સ્ક્વૉશમાં ગૉલ્ડ જીત્યો હતો
સ્ક્વૉશમાં ભારતીય પુરુષ ટીમે કમાલ કર્યો છે. ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. 2014 બાદ પ્રથમ વખત ભારતે સ્ક્વૉશમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે.