![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Asian Games: સ્ક્વૉશમાં ભારતે પાકિસ્તાનને પટક્યુ, છેલ્લી મૉમેન્ટમાં બાજી મારી ગૉલ્ડ પર જમાવ્યો કબજો
સ્ક્વૉશમાં ભારતીય પુરુષ ટીમે કમાલ કર્યો છે. ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. 2014 બાદ પ્રથમ વખત ભારતે સ્ક્વૉશમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે
![Asian Games: સ્ક્વૉશમાં ભારતે પાકિસ્તાનને પટક્યુ, છેલ્લી મૉમેન્ટમાં બાજી મારી ગૉલ્ડ પર જમાવ્યો કબજો Asian Games Gold Medal today: indian team wins another gold medal in squash match, india vs pakistan match asian games 2023 Asian Games: સ્ક્વૉશમાં ભારતે પાકિસ્તાનને પટક્યુ, છેલ્લી મૉમેન્ટમાં બાજી મારી ગૉલ્ડ પર જમાવ્યો કબજો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/e0313b632f4975a9b838f7bcc25d9318169606896011577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Asian Games Day 7 updates: આજે એશિયન ગેમ્સનો સાતમો દિવસ છે, આજે ભારતના ખાતમાં કેટલાય મેડલ આવ્યા છે, આમાં વધુ એક 10મો ગૉલ્ડ ઉમેરાયો છે, ભારતે સ્ક્વૉશમાં પાકિસ્તાનને હારવીને ગૉલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ આ પહેલા ટેનિસમાં ભારતે ગૉલ્ડ મેડલ મેળવ્યો હતો.
ભારતે સ્ક્વૉશમાં ગૉલ્ડ જીત્યો હતો
સ્ક્વૉશમાં ભારતીય પુરુષ ટીમે કમાલ કર્યો છે. ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. 2014 બાદ પ્રથમ વખત ભારતે સ્ક્વૉશમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે.
સ્ક્વૉશમાં પાકિસ્તાનનો પરાજય, ભારતીય ટીમે છેલ્લી ઘડીએ બાજી પલટી, ગૉલ્ડ જીત્યો
ભારતીય પુરુષ ટીમે સ્ક્વૉશ રમતમાં પાકિસ્તાનને 2-1થી હરાવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લી મેચમાં અભયે પાકિસ્તાનના નૂરને હરાવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. 2014ની એશિયન ગેમ્સ બાદ પ્રથમ વખત ભારત સ્ક્વૉશમાં મેડલ જીતવામાં સફળ રહ્યું છે. ફાઈનલની ત્રીજી મેચમાં ભારતના અભય સિંહે પાકિસ્તાનના જમાન નૂર પર રોમાંચક જીત મેળવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા બીજી મેચમાં સૌરવ ઘોષાલે આ મેચમાં મોહમ્મદ અસીમ ખાનને હરાવીને ભારતને 1-1થી ડ્રો પર લાવી દીધું હતું.
ભારતીય ટીમ એશિયન ગેમ્સના 7માં દિવસે પણ ચમકવાનું ચાલુ રાખ્યું છે. શૂટિંગમાં સિલ્વર બાદ ભારતીય બૉક્સરોને મેડલ પાક્કા કર્યા. એથ્લેટ્સ ફાઇનલમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ટેનિસ અનુભવી રોહન બોપન્ના સાથે રૂતુજા ભોસલેએ મિશ્રિત ઇવેન્ટમાં ગૉલ્ડ જીત્યો હતો. આ રીતે ભારતના મેડલની સંખ્યા 35 પર પહોંચી ગઈ છે. અગાઉ છઠ્ઠા દિવસે ભારતે બે ગૉલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રૉન્ઝ સહિત કુલ આઠ મેડલ જીત્યા હતા.
Indian men's Squash team defeat Pakistan in the finals to win gold medal at #AsianGames2023 pic.twitter.com/0oEvJsmD6O
— ANI (@ANI) September 30, 2023
INDIA WON THE GOLD IN MEN'S TEAM SQUASH....!!! 🇮🇳
— 𝑮𝒂𝒖𝒓𝒂𝒗 𝑹𝒂𝒊 (@IacGaurav) September 30, 2023
" India defeated Pakistan " in the final to win their 10th Gold medal for in Asian Games 2023 🥇#INDvsENG #AsianGames2022 #ElvishYadav #Squash #ODIWorldCup2023 #PAKvsNZ #AsianGames2023 pic.twitter.com/Er9YyGPdiy
A Glorious Gold 🥇by the 🇮🇳 #Squash men's Team!
— SAI Media (@Media_SAI) September 30, 2023
Team 🇮🇳 India defeats 🇵🇰2-1in an nail-biter final !
What a great match guys!
Great work by @SauravGhosal , @abhaysinghk98 , @maheshmangao & @sandhu_harinder ! You guys Rock💪🏻#Cheer4India 🇮🇳#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/g4ArXxhQhK
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)