શોધખોળ કરો
Advertisement
એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલાઓનો દબદબો, ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા
ભારતીય કુશ્તીબાજ પાંચમાંથી ચાર ફાઈનલમાં પહોંચ્યા છે અને દિવ્યા (68 કિગ્રા), પિંકી (55 કિગ્રા) અને સરિતા (59 ક્રિગ્રા)એ ટોચનું સ્થાન મેળવ્યું છે.
નવી દિલ્હી: એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ દિવસે મહિલા સ્પર્ધામાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ભારતની દિવ્યા કાકરાન, સરિતા મોર અને પિંકીએ ગુરુવારે પોતાના વજન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા. ભારતીય કુશ્તીબાજ પાંચમાંથી ચાર ફાઈનલમાં પહોંચ્યા છે અને દિવ્યા (68 કિગ્રા), પિંકી (55 કિગ્રા) અને સરિતા (59 ક્રિગ્રા)એ ટોચનું સ્થાન મેળવ્યું હતું.
નિર્મલા દેવીએ 50 કિગ્રામાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કિરણે (76 કિગ્રા)ની એકમાત્ર કુશ્તીબાજ રહી જેમણે મેડલ જીતી શકી નહોતી.
આ પહેલા ભારત માટે સિનિયિર એશિયાઈ ચેમ્પિયનશિપ મહિલા સ્પર્ધામાં એકમાત્ર ગોલ્ડ નવજોત કૌરે જીત્યો હતો. તેણે 2018માં કિર્ગિસ્તાનના બિશકેકમાં 65 કિગ્રાનો ખિતાબ જીત્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement