શોધખોળ કરો
Advertisement
AUSvsNZ: ફીલ્ડરે એક જ હાથે પકડ્યો એવો કેચ કે લોકો પણ જોતા જ રહી ગયા, જુઓ Video
3 વિકેટ ઝટક્યા બાદ નાથન લાયને એસ્ટિલને એવો બૉલ ફેંક્યો જેના પર એસ્ટિલ મોટો શૉટ ફટકારાવવા ઇચ્છી રહ્યો હતો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. તેની સાથે જ તેણે ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યું છે. ત્રણ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને વાપસીની તક ન આપી અને શાનદાર અંદાજમાં જીત નોંધાવી. નાથલ લાયને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી અને તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાએ સરળતાથી મેચ જીતી લીધી. નાથન લાયને જીત રાવલ, ગ્લેન ફિલિપ્સ, બીજે વોલ્ટિંગ, કોલિન ડિ ગ્રાન્ડહોમ અને ટોડ એસ્ટિલને આુટ કર્યો. એસ્ટિલનો કેચ જેમ્સ પૈટિનસને પકડ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
3 વિકેટ ઝટક્યા બાદ નાથન લાયને એસ્ટિલને એવો બૉલ ફેંક્યો જેના પર એસ્ટિલ મોટો શૉટ ફટકારાવવા ઇચ્છી રહ્યો હતો. એસ્ટિલે પણ આવુ જ કંઇક કર્યું. તેમણે હવામાં શૉટ માર્યો, પરંતુ વધારે દૂર ના જઈ શક્યો. જેમ્સ પૈટિનસન ફીલ્ડિંગ કરી રહ્યો હતો. તે ભાગતો બોલની નજીક પહોંચ્યો અને ડાઇવ લગાવીને એક હાથે અદ્ભુત કેચ પકડ્યો. આ કેચને જોઇને સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા. કોઈને વિશ્વાસ નહોતો કે પૈટિનસન આટલી શાનદાર રીતે કેચ પકડશે. આ કેચને આ સીઝનનો સૌથી શાનદાર કેચ માનવામાં આવી રહ્યો છે. શાનદાર પરફોર્મ કરવા માટે Marnus Labuschagneને ‘મેન ઑફ ધ મેચ’ એવૉર્ડ આપવામાં આવ્યો છે. માર્કસે પહેલી ઇનિંગમાં 215 રન અને બીજી ઇનિંગમાં તેમણે 59 રન બનાવ્યા હતા. નાથન લાયને પહેલી ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં પણ 5 વિકેટ લીધી.JIMMY PATTINSON! Is that the catch of the summer? #AUSvNZ pic.twitter.com/yNs71NXZWq
— cricket.com.au (@cricketcomau) January 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement