જીતની સાથે જ સ્તીપાસે પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે 2001માં 19 વર્ષીય રોજર ફેડરરે સાત વખતના ચેમ્પિયન પેટ સામ્પ્રસને વિમ્બલડનમાં 16માં રાઉન્ડમાં હાર આપી હતી. જ્યારે આજે 20 વર્ષીય સ્તીપાસે છ વખતના ચેમ્પિયન રોજર ફેડરરને ઓસ્ટ્રેલિયન ઓપનના 16માં રાઉન્ડમાં હાર આપી હતી.
2/5
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઇ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં મોટો ઉલટફેર થયો છે. ગ્રીકના 20 વર્ષીય સ્તીપાસે ટેનિસ લેજન્ડ રોજર ફેડરરને હાર આપી ઇતિહાસ રચ્યો હતો. સાતમા ગ્રાન્ડ સ્લેમ માટે રમી રહેલા ફેડરરને રસ્ટેફાનોસ સ્તીપાસે 6-7, 7-6,7-5,7-6થી હાર આપી હતી.
3/5
સ્તીપાસના જીત બાદ સેલિબ્રેશન કરતાં પ્રશંસકો.
4/5
જીત બાદ સ્તીપાસે કહ્યું તે, રોજર અમારી રમતનો દિગ્ગજ છે. હું તેમનો ખૂબ આદર કરું છું. મારા માટે આ સપનું સાચું થવા સમાન છે. સ્તીપાસ યૂટ્યુબ પર ફેડરરના વીડિયો જોઈને જ ટેનિસ રમતાં શીખ્યો હતો.