અનુષ્કાએ વિરાટ સાથેની તસવીર શેર કરતાં લખ્યું કે, સની ડે વિથ બ્યૂટીફૂલ સની બૉય. આ ટુર્નામેન્ટની મેચ નીહાળવા ટીમ ઈન્ડિયાનો હેડ કોચ રવિ શાસ્ત્રી પણ આવ્યો હતો.
2/4
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ શુક્રવારે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હાર આપીને ત્રણ વન ડે મેચની શ્રેણી 2-1થી જીતી હતી. બે મહિનાના પ્રવાસનો શાનદાર અંત કર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે મેલબોર્નમાં રમાઈ રહેલી ટેનિસ ગ્રાંડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન જોવા પહોંચ્યો હતો.
3/4
જ્યાં તેમણે ટેનિસ લેજન્ડ રોજર ફેડરર સાથે મુલાકાત કરી હતી. આ અંગેની તસવીર વિરાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, ઓસ્ટ્રેલિયન ઓપનનો શાનદાર દિવસ છે. ઓસ્ટ્રેલિયામાં ઉનાળાને ખતમ કરવાની એક અદભૂત રીત. તેની સાથે તેણે હાર્ટની ઈમોજી પણ પોસ્ટ કરી છે.
4/4
રવિ શાસ્ત્રીએ તસવીર શેર કરીને લખ્યું કે, ઝીરો પ્રેશરની સાથે ટેનિસ મેચ જોવી શાનદાર છે.