શોધખોળ કરો
વિરાટ-શાસ્ત્રીએ કરી એવી હરકત કે મીડિયાએ ભારતીય ટીમની પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કરી દીધો, જાણો વિગત
સોમવારે પ્રેસ કોન્ફરન્સ માટે પત્રકારો એકઠા થયા ત્યારે તેમને માહિતી આપવામાં આવી હતી કે ટીમનો કોઇ ખેલાડી હાજર રહેશે નહીં પણ દીપક ચહર તથા ઓવેશ ખાન સાથે વાત કરવી પડશે

સાઉથમ્પ્ટનઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડકપમાં આજે ભારત પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમે તે પહેલાં વિવાદ સર્જાયો હતો. આ મેચ પહેલાં ભારતીય ટીમે સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પણ વિરાટ કોહલી તથા રવિ શાસ્ત્રીના એક નિર્ણયના કારણે મીડિયાએ આ પત્રકાર પરિષધનો બહિષ્કાર કરી દીધો. ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન બાદ ભારતીય ટીમ તરફથી કોઇ એક ખેલાડી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેવાનો હતો. જો કે સોમવારે પ્રેસ કોન્ફરન્સ માટે પત્રકારો એકઠા થયા ત્યારે તેમને માહિતી આપવામાં આવી હતી કે ટીમનો કોઇ ખેલાડી હાજર રહેશે નહીં પણ દીપક ચહર તથા ઓવેશ ખાન સાથે વાત કરવી પડશે.
દીપક ચહર તથા ખાન ભારતીય ટીમના સભ્ય નથી. આ બંને ખેલાડીઓ ટીમને નેટ પ્રેક્ટિસ કરાવવા માટે ઇંગ્લેન્ડ આવ્યા છે. મેચ પહેલાં યોજાનારી પ્રેસ કોન્ફરન્સ માટે ભારતીય મીડિયા બે કલાક સુધી ખેલાડીઓની રાહ જોતું રહ્યું હતું પરંતુ ટીમ મેનેજમેન્ટે નેટ્સના બે બોલર મોકલીને તમામને સ્તબ્ધ કરી દીધા હતા.
મીડિયાએ સવાલ કર્યો કે, ટીમ સાથે આવેલા બે નેટ્સના બોલર આખરે ટીમની તૈયારી તથા યોજનાઓ બાબતે કેવી રીતે કંઈ માહિતી આપી શકે ? ભારતીય ટીમ વતી કોઈ જવાબ આપવા હાજર નહોતું. આખરે મીડિયાએ નારાજ થઇને કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો અને ત્યાર બાદ તેને રદ કરવામાં આવી હતી.
દીપક ચહર તથા ખાન ભારતીય ટીમના સભ્ય નથી. આ બંને ખેલાડીઓ ટીમને નેટ પ્રેક્ટિસ કરાવવા માટે ઇંગ્લેન્ડ આવ્યા છે. મેચ પહેલાં યોજાનારી પ્રેસ કોન્ફરન્સ માટે ભારતીય મીડિયા બે કલાક સુધી ખેલાડીઓની રાહ જોતું રહ્યું હતું પરંતુ ટીમ મેનેજમેન્ટે નેટ્સના બે બોલર મોકલીને તમામને સ્તબ્ધ કરી દીધા હતા.
મીડિયાએ સવાલ કર્યો કે, ટીમ સાથે આવેલા બે નેટ્સના બોલર આખરે ટીમની તૈયારી તથા યોજનાઓ બાબતે કેવી રીતે કંઈ માહિતી આપી શકે ? ભારતીય ટીમ વતી કોઈ જવાબ આપવા હાજર નહોતું. આખરે મીડિયાએ નારાજ થઇને કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો અને ત્યાર બાદ તેને રદ કરવામાં આવી હતી. વધુ વાંચો





















