શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના કયા સુપરસ્ટાર બેટ્સમેન પર BBCIએ 15 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો? નામ જાણીને ચોંકી જશો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ગણાતો એવો પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફેઈલ થતાં 15 નવેમ્બર સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પૃથ્વી શો પહેલેથી જ ઈજાના કારણે ભારતીય ટીમમાંથી બહાર છે.
મુંબઈ: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ગણાતો એવો પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફેઈલ થતાં 15 નવેમ્બર સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પૃથ્વી શો પહેલેથી જ ઈજાના કારણે ભારતીય ટીમમાંથી બહાર છે. જેના કારણે તેની વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે પસંદગી થઈ નહતી. ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન 22 ફેબ્રુઆરી 2019ના રોજ પૃથ્વી શોનો યૂરિન સેમ્પલ લેવાયો હતો. જેમાં પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો.
ડોપ ટેસ્ટ બીસીસીઆઈના એન્ટી ડોપિંગ પ્રોગામ પ્રમાણે કરવામાં આવ્યો હતો. પૃથ્વી શોના યૂરિન સેમ્પલમાં જે પદાર્થ મળી આવ્યો છે તેનું નામ ટબ્યૂટેલાઈન છે. જેનો ઉપયોગ કફ-સીરપમાં કરવામાં આવે છે. આ પદાર્થ વાડાની પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ છે.
બીસીસીઆઈની વિજ્ઞપ્તિ પ્રમાણે 16 જુલાઈ 2019ના રોજ પૃથ્વી શોને એન્ટી ડોપિંગ રૂલ વોયલેશન(ADRV)અને બીસીસીઆઈ એન્ટી ડોપિંગ રૂલ્સ (ADR)ની કલમ 2.1ના ભંગનો દોષિત માન્યો હતો. પૃથ્વી શોએ આ સેવનની વાત માની છે. જોકે તેણે સાથે કહ્યું હતું કે, તેણે ઉધરસ રોકવા માટે કફ સિરપનો ઉપયોગ કર્યો હતો.
બીસીસીઆઈએ શોની સ્પષ્ટતા સ્વિકાર કરી લીધી છે અને માન્યું છે કે શોએ શારીરિક ક્ષમતા વધારવા માટે નહીં પણ ઉધરસ રોકવા માટે પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. જોકે પૃથ્વી શોની લાપરવાહીના કારણે તેની ઉપર આઠ મહીનાનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
બીસીસીઆઈ ADRની કલમ 10.10.3 પ્રમાણે પૃથ્વી શોએ પોતાની ઉપર લાગેલા આરોપોનો સ્વિકાર કરી લીધો છે. જેથી તેની ઉપર કલમ 10.10.2 પ્રમાણે ડેટ પ્રતિબંધ લગાવ્યો છે. હિપ ઇંજરીમાંથી પાછા ફરી રહેલા પૃથ્વી શો ને 8 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રતિબંધનો ગાળો 16 માર્ચ 2019થી 15 નવેમ્બર 2019 મિડ નાઇટ સુધી રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement