શોધખોળ કરો
Advertisement
‘ભારત જલ્દી જ રમશે ડે-નાઈટ ટેસ્ટ’, કયા દિગ્ગજ ક્રિકેટરે તૈયારી બતાવી? જાણો વિગત
ગાંગુલીએ કહ્યું કે હું શરૂઆતથી ડે-નાઈટ ટેસ્ટનો સમર્થક છું. વિરાટ કોહલી પણ તેની સાથે સહમત છે.
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કેપ્ટન વિરાટ કોહલી ડે-નાઈટ ટેસ્ટ માટે સહમત છે અને નજીકના ભવિષ્યમાં તેનું આયોજન થઈ શકે છે. ગુરુવારે પહેલીવાર ગાંગુલીએ સિલેક્શન કમિટી સાથે કેપ્ટન વિરાટ અને રોહિત શર્મા સાથે મુલાકાત કરી હતી અને કહેવામાં આવી રહ્યું છે કે તે દરમિયાન આ મામલે પણ ચર્ચા થઈ.
ગાંગુલીએ શુક્રવારે બંગાળ ક્રિકેટ સંઘ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં કહ્યું કે હું શરૂઆતથી ડે-નાઈટ ટેસ્ટનો સમર્થક છું. વિરાટ કોહલી પણ તેની સાથે સહમત છે. હું ઇચ્છું છું કે લોકો પોતાનું કામ પૂરું કરીને આવે અને મેચ જુએ, મને નથી ખબર કે આ ક્યારે થશે પણ ભવિષ્યમાં થશે જરૂર. ગાંગુલીનું માનવું છે કે તેનાથી પ્રેક્ષકો આકર્ષવામાં મદદ મળી શકે છે.
બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા પહેલા જ્યારે ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા ત્યારે તેણે ઘરેલુ ક્રિકેટમાં ડે નાઈટ ટેસ્ટની શરૂઆત કરી હતી. જેને જોતાં એ પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ગાંગુલીના અધ્યક્ષ બન્યા બાદ આ વિશે નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આઈસીસી ડે નાઈટ ટેસ્ટ રમાડવાની માંગ બીસીસીઆઈ પાસે કરતું રહ્યું છે પરંતુ બીસીસીઆઈ તેના પક્ષમાં રહ્યું નથી.
આ પણ વાંચો...
બીજી વાર પિતા બનશે ભારતનો આ સ્ટાર વિકેટકીપર, ટ્વિટર પર આપા જાણકારી
T20 વર્લ્ડ કપ માટે ઑસ્ટેલિયાઈ પીએમ સ્કૉટ મૉરિસને ભારતીય ફેન્સને કર્યા આમંત્રિત, PM મોદીએ આપ્યો આ જવાબ
મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના PM ખેલાડીઓ માટે ડ્રિંક્સ લઈને મેદાન પર પહોંચ્યા, સૌ કોઈ ચોંકી ગયા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion