શોધખોળ કરો

BCCIનું કોસ્ટ કટિંગ, સિલેકટરો પર ચલાવી કાતર, હવે આ ક્લાસમાં જ કરી શકશે મુસાફરી

BCCIએ જાહેરાત કરતા કહ્યું કે હવેથી માત્ર સિનિયર અને જૂનિયર નેશનલ ટીમના ચીફ સિલેક્ટર્સ જ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે. જ્યારે બીજા સહયોગીઓને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવી પડશે.

નવી દિલ્હી: ભારતી ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે કૉસ્ટ કટિંગ પર ધ્યાન આપી રહ્યું છે. આઈપીએલ ટીમોને મળતી ઈનામની રકમમાં 50 ટકાનો ઘટાડો કર્યા બાદ હવે અધિકારીઓની હવાઈ મુસાફરીને લઈ મોટો નિર્ણય લીધો છે. BCCIએ જાહેરાત કરતા કહ્યું કે હવેથી માત્ર સિનિયર અને જૂનિયર નેશનલ ટીમના ચીફ સિલેક્ટર્સ જ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે. એવામાં હવે પેનલના નવા ચેરમેનને જ આ સુવિધા મળશે જ્યારે બીજા સહયોગીઓને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવી પડશે. જો કે, આવું ત્યારે જ થશે જ્યારે મુસાફરી 7 કલાકથી ઓછી હશે. વિદેશ યાત્રા માટે આ નિયમ નથી. નાની ફ્લાઈટ્સ અને ડોમેસ્ટિક યાત્રા માટે બીજા સિલેક્ટર્સ અને બીસીસીઆઈ જનરલ મેનેજર્સને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, 2013ની પોલિસી પ્રમાણે અત્યાર સુધી તમામને આ સુવિધા મળતી હતી પરતું બીસીસીઆઈએ તેમાં ફેરફાર કર્યો છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહનું માનવું છે કે, જો ઘરેલુ મુસાફરી માટે બિઝનેસ ક્લાસ શ્રેણીની મુસાફરીમાં ઘટાડો થશે તો તેનાથી બોર્ડના ઘણા પૈસા બચાવી શકાશે. બીસીસીઆઈના પૂર્વ સિલેક્ટરે કહ્યું કે, આ નિર્ણય ઠીક નથી કારણ કે આ પહેલા પણ આવું થયું હતું. જ્યારે અમે ઈકોનોમીથી બિઝનેસ ક્લાસ તરફ જતા હતા ત્યારે અજીબ લાગતું હતું. જેથી અમે તેમાં ફેરફાર કરી દીધો હતો, એવામાં હાલ પણ તેમ કરવાનો કોઈ મતલબ નથી. સીનિયર સિલેક્શન કમિટીમાં જોશી, રણદીપ સિંહ, હરવિંદર સિંહ, દેવાંગ ગાંધી અને જતિન પરાંજ્યે સામેલ છે. જ્યારે જૂનિયર સિલેક્શન પેનલમાં આશિષ કપૂર અને દેબાશીષ મોહંતી, અમિત શર્મા, જ્ઞાનેન્દ્ર પાંડે અને રાકેશ પારિખ સામેલ છે. હવે સુનીલ જોષી અને આશીષ કપૂર જે સિનિયર અને જૂનિયર સિલેક્શન કમિટીના ચીફ છે, તેઓ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે. કોરોના વાયરસઃ જૂલાઇ-સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે IPL-13 Coronavirus: ભારત પ્રવાસ પડતો મુકીને પરત ફરેલી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને લઈ બોર્ડે લીધો મોટો ફેંસલો, 14 દિવસ અલગ રહેવાનો કરાયો આદેશ

ટોપ સ્ટોરી

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
Cricket News: BCCIએ ફિલ્ડિંગ કૉચ માટે મંગાવી અરજીઓ, 2 પદની નિયુક્તિ માટે પ્રૉસેસ શરૂ
Cricket News: BCCIએ ફિલ્ડિંગ કૉચ માટે મંગાવી અરજીઓ, 2 પદની નિયુક્તિ માટે પ્રૉસેસ શરૂ
IND vs NZ 1st ODI: ભારતની પ્લેઇંગ 11 માં મોટો ફેરફાર! જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs NZ 1st ODI: ભારતની પ્લેઇંગ 11 માં મોટો ફેરફાર! જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
મેદાન પર ગોલકીપર સાથે ભયાનક ટક્કર: 30 વર્ષીય સ્ટાર ફૂટબોલરનું મોત, રમત જગત સ્તબ્ધ
મેદાન પર ગોલકીપર સાથે ભયાનક ટક્કર: 30 વર્ષીય સ્ટાર ફૂટબોલરનું મોત, રમત જગત સ્તબ્ધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
Embed widget