શોધખોળ કરો
Advertisement
ખેલ રત્ન માટે કોહલી, દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડના નામની BCCIએ કરી ભલામણ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે રાજીવ ગાંધી ખેલ રત્ન સન્માન માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને દ્રોણાચાર્ય પુરસ્કાર માટે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના નામની ભલામણ કરી છે. નોંધનીય છે કે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર રમતગમત ક્ષેત્રે મળનારું સૌથી મોટુ સન્માન છે.
બીસીસીઆઇએ ટેસ્ટમાં સૌથી પહેલા 10,000 રન બનાવનારા સુનીલ ગાવસ્કરને ધ્યાનચંદ પુરસ્કાર આપવાની ભલામણ કરી છે. ગાવસ્કરના નામની ભલામણ ધ્યાનચંદર લાઇફટાઇમ એચીવમેન્ટ પુરસ્કાર માટે કરવામાં આવી છે. ધ્યાનચંદ પુરસ્કાર ભારતનું સર્વોત્તમ ખેલ પુરસ્કાર છે જે કોઈ ખેલાડીના જીવનભરના કાર્યને ગૌરવ પ્રદાન કરે છે.
પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે દ્રોણાચાર્ય પુરસ્કાર માટે દ્રવિડના નામાંકનની પુષ્ટી કરી હતી. રાયના મતે અમે વિવિધ વર્ગોમાં સરકારને અનેક નામાંકન મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયાએ અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો. જેને કારણે તેના નામની ભલામણ કરવામાં આવી હતી. તે સિવાય દ્રવિડ ટીમ ઇન્ડિયા-એનો કોચ છે અને જૂનિયર તથા સિનિયર ક્રિકેટ વચ્ચે બ્રિજનું કામ કરે છે.
આ અગાઉ બોર્ડે 2016માં પણ કોહલીના નામની ભલામણ કરી હતી. પરંતુ તે સમયે ઓલમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ પીવી સિંધુ, સાક્ષી મલિક અને દીપા કર્માકરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement