આ ઈજાને કારણે ભુવનેશ્વરને નિધાસન ટ્રોફી અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાયેલ ઐતિહાસિક ટેસ્ટ મેચથી પણ બહાર રહેવું પડ્યું હતું. એશિયા કપ પહેલા ભુવનેશ્વર ફિટ થવાથી ભારતની સૌથી મોટી સમસ્યાનું સમાધાન થતું જોવા મળી રહ્યું છે.
2/3
નવી દિલ્હીઃ આગામી મહિને યૂએઈમાં રમાનાર એશિયા કપ પહેલા ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ફિટ જાહેર કરવામાં આવ્યા છે. કુમાર ભારતમાં ચાલી રહેલ ચાર ટીમોની ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા એ તરફથી રમતા જોવા મળશે. સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ત્રીજા ક્રમ (29 ઓગસ્ટ)ના રોજ રમારા આ મેચ દ્વારા ભુવનેશ્વર કુમાર પોતાની ફિટનેસ સાબિત કરશે.
3/3
તમને જણાવીએ કે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમવામાં આવેલ ત્રીજા વનડે મેચમાં ભુવનેશ્વરને ઈજા થઈ હતી. તેની કમરમાં ઈજા થઈ હતી જેના કારણે તે પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. લંડનમાં રમવામાં આવેલ ટેસ્ટ બાદ તેને નેશનલ ક્રિકેટ એકેડમી મોકલવામાં આવ્યો હતો. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે ભુવનેશ્વર ચાર સપ્તાહ મેદાનથી દૂર રહેશે પરંતુ હવે તેની ઇજા સમય પહેલા જ સારી થઈ ગઈ છે અને તેને બાકીના બે ટેસ્ટ માટે ટીમમાં સમાવવામાં નથી આવ્યો.