મુંબઇઃ ભારતમાં બોલિવૂડથી શરૂ થયેલ #Metoo કેમ્પેઇન શ્રીલંકા સુધી પહોંચી ગયું છે. આ અભિયાનની આગ બોલિવૂડની સાથે સાથે હવે સ્પોર્ટ્સ વર્લ્ડમાં પણ ફેલાઇ છે. ભારતીય પ્લે બેક સિંગર ચિન્મયી શ્રીપદાએ ગુરુવારે શ્રીલંકાના સ્ટાર બોલર લસિથ મલિંગા પર ઇન્ડિયન પ્રિમિયર લીગ દરમિયાન એક યુવતીનું મુંબઇની એક હોટલમાં જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. શ્રીપદાએ ટ્વિટ કરીને પીડિતા સાથે થયેલી ઘટનાની જાણકારી આપી હતી.
2/5
શ્રીપદાએ આગળ લખ્યું કે, મારી સાથે મલિંગા જબરદસ્તી કરી રહ્યો હતો તે સમયે ડોરબેલ વાગી અને હોટલનો સ્ટાફ કોઇ કામથી રૂમની અંદર આવ્યો. મે આ તકનો લાભ લઇ વોશરૂમમાં ચાલી ગઇ. મારો ચહેરો સાફ કરીને હું રૂમની બહાર ભાગી ગઇ હતી. હું જાણું છું કે લોકો કહેશે તે ખૂબ જાણીતો વ્યક્તિ છે અને હું મારી મરજીથી તેના રૂમમાં ગઇ હોઇશ. આ અંગે મલિંગાએ કોઇ નિવેદન આપ્યું નથી. આ અગાઉ એક એર હોસ્ટેસે રણતુંગા પર એક એરહોસ્ટેસે જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.
3/5
4/5
ટ્વિટર પર એક પોસ્ટના માધ્યમથી શ્રીપદાએ એક અજાણી યુવતીની વાત સામે રાખી હતી. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક વર્ષો અગાઉ આઈપીએલ દરમિયાન મુંબઈની એક હોટલમાં મલિંગાએ એક યુવતી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી.
5/5
શ્રીપદાએ પીડિતા સાથે થયેલી ઘટના અંગે ટ્વિટર પર લખ્યું કે, હું ગુમના રહેવા માંગું છું. કેટલાક વર્ષો અગાઉ આઈપીએલ દરમિયાન મુંબઈની એક હોટલમાં હું મારા એક મિત્રને શોધી રહી હતી. આ હોટલમાં અમે રોકાયા હતા. તે સમયે મલિંગાએ મને કહ્યુ કે, તારી મિત્ર મારા રૂમમાં છે. હું તે સાંભળીને આશ્વર્યમાં પડી ગઇ. હું મલિંગાના રૂમમાં ગઇ પરંતુ તે ત્યાં નહોતી. મલિંગાએ મને બેડ પર ધક્કો માર્યો અને મારા પર સૂઇ ગઇ હતી. હું મારી જાતને છોડાવવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ મને તેમાં સફળતા મળી નહીં. મે મારી આંખો બંધ કરી દીધી અને મલિંગા મારા ચહેરાનો ઉપયોગ કરતો રહ્યો.