શોધખોળ કરો
કેપ્ટન વિરાટ કોહલીએ કયા ખેલાડીઓને ચોખ્ખુ કહી દીધુ કે ટીમમાં તમારી જગ્યા પરમેનન્ટ નથી.......
ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલીનું આ નિવેદન યુવાઓ માટે ખાસ છે, કેમકે પ્રદર્શન ડાઉન થતાં ગમે ત્યારે ગમે તે ખેલાડીનું પત્તુ કપાઇ શકે છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટી20 મેચો રમતા પહેલા એક ખાસ સંદેશ આપ્યો છે. કોહલીએ સ્પષ્ટ શબ્દોમાં યુવા ખેલાડીઓને કદી દીધુ છે કે, ટીમમાં કોઇ ખેલાડીનુ સ્થાન ફીટ નથી, અમે આગામી ટી20 વર્લ્ડકપ માટે યોગ્ય ટીમની શોધ કરી રહ્યાં છીએ, જેને મોકો મળે તે પ્રદર્શન કરીને બતાવે.
એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું કે, અમે આગામી ટી20 વર્લ્ડકપ માટે ફીટ અને યોગ્ય ટીમ શોધવાની કોશિશ કરી રહ્યાં છે. કોહલીએ કહ્યું કોઇપણ યુવા ખેલાડીઓનું ટીમમાં સ્થાન પરમેનન્ટ નથી. પ્રદર્શન ખરાબ રહ્યું તો ટીમની બહાર થઇ શકે છે.
કોહલીએ કહ્યું કે, ટી20 વર્લ્ડકપ પહેલા અમારે 30 ટી20 મેચો રમવાની છે, એટલે દરેક ખેલાડીએ, જેને જેટલી મેચ રમવાનો મોકો મળે તેમાં પોતાનુ પ્રદર્શન બતાવવું પડશે, પોતાને સાબિત કરીને બતાવવું પડશે.
ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલીનું આ નિવેદન યુવાઓ માટે ખાસ છે, કેમકે પ્રદર્શન ડાઉન થતાં ગમે ત્યારે ગમે તે ખેલાડીનું પત્તુ કપાઇ શકે છે..



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
રાજકોટ
Advertisement
