શોધખોળ કરો
Advertisement
વિમેન્સ એશિયા કપ T-20ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને કચડ્યું, મિતાલી રાજે બનાવ્યા અણનમ 73 રન
નવી દિલ્લી: ભારતે પાકિસ્તાનને 17 રને હરાવી વિમેન્સ એશિયા કપ ટી-20નો ખિતાબ સતત છઠ્ઠી વખત જીતી લીધો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનને જીત માટે 122 રનનો પડકાર આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ 104 રન જ બનાવી શકી હતી.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 121 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાનની મહિલા ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 104 રન બનાવી શકી હતી. ભારત તરફથી ઓપનર મિતાલી રાજે અણનમ 73 રનની ઇનિંગ રમી હતી. તેને પોતાની ઈનિંગમાં 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ભારત તરફથી બીસ્તે સૌથી વધુ 2 જ્યારે પાટીલ, ઝુલન ગોસ્વામી, પ્રીતિ બોસ અને શીખા પાન્ડેને 1-1 સફળતા મળી હતી. આ સાથે ભારતની મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપમાં સતત છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement