શોધખોળ કરો

Chess World Cup 2023 Final: ઈતિહાસ રચવાથી એક ડગલું ચૂક્યો પ્રજ્ઞાનંદ, ફાઈનલમાં મેગ્નસ કાર્લસન સામે મળી હાર

Chess World Cup Final 2023, Magnus Carlsen And Praggnanandhaa: વર્લ્ડ નંબર 1 ચેસ પ્લેયર નોર્વેના મેગ્નસ કાર્લસને ચેસ વર્લ્ડ કપની બંને ટાઈબ્રેક મેચોમાં ભારતના રમેશબાબુ પ્રગ્નાનંદાને હરાવીને ટાઇટલ જીત્યું છે.

Chess World Cup Final 2023, Magnus Carlsen And Praggnanandhaa: વર્લ્ડ નંબર 1 ચેસ પ્લેયર નોર્વેના મેગ્નસ કાર્લસને ચેસ વર્લ્ડ કપની બંને ટાઈબ્રેક મેચોમાં ભારતના રમેશબાબુ પ્રગ્નાનંદાને હરાવીને ટાઇટલ જીત્યું છે. બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચની બંને મેચ ડ્રોમાં સમાપ્ત થયા બાદ ટાઈબ્રેક મેચ દ્વારા પરિણામ નક્કી કરવામાં આવ્યું હતું.

ભારતનો યુવા ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદ ચેસ વર્લ્ડ કપ 2023ની બીજી ટાઈબ્રેકર મેચમાં વિશ્વના નંબર-1 ખેલાડી કાર્લસનથી પાછળ પડી ગયા હતો. આ પછી, બંને વચ્ચેનો અંતિમ સ્કોર કાર્લસન માટે 1.5 જ્યારે પ્રજ્ઞાનંદ માટે 0.5 હતો. આ મેચમાં, 18 ચાલ પછી ક્વિન્સ બદલાઈ હતી, પરંતુ તેનો કાર્લસનને ફાયદો મળ્યો.

ટાઈબ્રેકર મેચમાં બંને ખેલાડીઓને 25-25 મિનિટ મળે છે. અને દરેક ચાલ પછી, ખેલાડીના સમયમાં 10 સેકન્ડ ઉમેરવામાં આવે છે. જો આ વર્લ્ડકપની ફાઈનલની પ્રથમ 2 મેચોની વાત કરીએ તો પ્રથમ મેચ 22 ઓગસ્ટે રમાઈ હતી. જેમાં પ્રજ્ઞાનંદે આ મેચ સફેદ અને કાર્લસને કાળા પીસ સાથે રમી હતી, ત્યારબાદ 35 ચાલ બાદ બંને ખેલાડીઓએ હાથ મિલાવ્યા હતા અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

બંને વચ્ચેની પ્રથમ ટાઈબ્રેકર ગેમ 47 ચાલમાં ગઈ હતી. જેમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદનો પરાજય થયો હતો. પરંતુ બીજી ગેમમાં તેની પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ ત્યાં પણ તેણે જોરદાર પ્રદર્શન કર્યું, પરંતુ તે જીતી શક્યો નહીં. બીજી ટાઈ બ્રેકર રમત ડ્રોમાં સમાપ્ત થઈ. આ રીતે કાર્લસને પ્રથમ વખત આ ખિતાબ જીત્યો છે. હવે વર્લ્ડ કપનો ખિતાબ જીતવા પર તેને ઈનામ તરીકે 1 લાખ 10 હજાર યુએસ ડોલર મળશે.

પ્રજ્ઞાનંદે સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને 3.5-2.5થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વકપની ફાઇનલમાં સ્થાન મેળવનાર મહાન ખેલાડી વિશ્વનાથન આનંદ પછી પ્રજ્ઞાનંદ માત્ર બીજો ભારતીય ખેલાડી છે. જો પ્રજ્ઞાનંદ જીત્યો હોત તો તેમણે ભારતીય હોવાનો ઈતિહાસ રચ્યો હોત. જો કે, વિશ્વનાથન આનંદ ભારતના અનુભવી ચેસ ખેલાડી રહી ચૂક્યા છે. તેણે વર્ષ 2000 અને 2002માં આ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Embed widget