શોધખોળ કરો
Advertisement
ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી સાતમી બેવડી સદી, સચિન-ગાંગુલી પણ નથી કરી શક્યા આ કારનામું
પુજારાએ 66મી રણજી મેચમાં 7મી બેવડી સદી ફટકારી હતી અને રણજી ટ્રોફીમાં સૌથી વધુ બેવડી સદી મારનારો બીજો ખેલાડી બન્યો હતો. પારસ ડોગરાએ 107 રણજી મેચમાં 9 બેવડી સદી મારી છે અને લિસ્ટમાં પ્રથમ નંબર પર છે
રાજકોટઃ ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ રવિવારે રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રે બીજા દિવસે લંચ સમયે કર્ણાટક સામે રાજકોટમાં 125 ઓવરમાં 2 વિકેટે 411 રન કર્યા છે. પુજારા 223 રને અને શેલ્ડન જેક્સન 150 રને રમી રહ્યા છે. પુજારાની રણજી ટ્રોફીમાં આ સાતમી બેવડી સદી છે.
પુજારાએ 66મી રણજી મેચમાં 7મી બેવડી સદી ફટકારી હતી અને રણજી ટ્રોફીમાં સૌથી વધુ બેવડી સદી મારનારો બીજો ખેલાડી બન્યો હતો. પારસ ડોગરાએ 107 રણજી મેચમાં 9 બેવડી સદી મારી છે અને લિસ્ટમાં પ્રથમ નંબર પર છે. અજય શર્માએ 88 રણજી મેચમાં 7, સુરેન્દ્ર ભાવે અને અબિનંદ મુકુંદ તથા અશોક મલ્હોત્રાએ 6-6, રવિન્દ્ર જાડેજા, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને હનુમા વિહારીએ 5-5 બેવડી સદી ફટકારી છે. ગાવસ્કર-સચિન ફટાકરી છે 81-81 ફર્સ્ટ કલાસ સેન્ચુરી સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકરે ભારત માટે સર્વાધિક 81 ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી મારી છે. આ બંને દિગ્ગજ બેટ્સમેનો સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે. 68 સદી સાથે રાહુલ દ્રવિડ ત્રીજા, 60 સદી સાથે વિજય હઝારે ચોથા, 57 સદી સાથે વસીમ જાફર પાંચમા, 55 સદી સાથે દિલીપ વેંગસરકર છઠ્ઠા, 55 સદી સાથે વીવીએસ લક્ષ્મણ સાતમા અને 54 સદી સાથે મોહમ્મદ અઝહરુદ્દીન આઠમા ક્રમે છે. હાલ ક્રિકેટ રમતાં આ 3 ક્રિકેટર જ છે પુજારાથી આગળ પુજારા એક્ટિવ (અત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હોય) ક્રિકેટર્સમાં ચોથા ક્રમે છે. ઇંગ્લેન્ડનો પૂર્વ કપ્તાન એલિસ્ટર કુક (65), ભારતનો પૂર્વ ઓપનર વસીમ જાફર (57) અને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન હાશિમ અમલા (52) અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. ટેસ્ટ ક્રિકેટ રમનાર ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 42 સદી સાથે સૌથી નજીક છે. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ 34 અને 32 સેન્ચુરી મારી છે. ફિટનેસ ટેસ્ટને લઈને હાર્દિક પંડ્યાના ટ્રેનરે શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત50 First Class Hundreds ✅ 7 Double Hundreds in #RanjiTrophy ✅
There's no stopping @cheteshwar1! 👏👏 Follow his progress against Karnataka 👇👇https://t.co/OVSHnhUpMM #SAUvKAR @paytm pic.twitter.com/woAGGK1yNk — BCCI Domestic (@BCCIdomestic) January 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement