શોધખોળ કરો
Advertisement
ફિટનેસ ટેસ્ટને લઈને હાર્દિક પંડ્યાના ટ્રેનરે શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત
હાર્દિક પંડ્યાના પર્સનલ ટ્રેનર એસ રજનીકાંતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, હાર્દિક પંડ્યા ફિટ છે અને બીસીસીઆઈ દ્વારા કોઈ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો નથી.
મુંબઈઃ ન્યૂઝીલેન્ડના છ સપ્તાહના પ્રવાસ માટે ભારતીય ટીમની આજે જાહેરાત થશે. ભારતીય ટીમ 24 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા પ્રવાસમાં પાંચ ટી-20 ઈન્ટરનેશનલ, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસીને લઈ મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ પસંદગી પહેલા પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો છે. જે બાદ તેના પર્સનલ ટ્રેનરે મોટું નિવેદન આપ્યું છે.
હાર્દિક પંડ્યાના પર્સનલ ટ્રેનર એસ રજનીકાંતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, હાર્દિક પંડ્યા ફિટ છે અને બીસીસીઆઈ દ્વારા કોઈ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો નથી. પંડ્યાએ તેની બોલિંગના કામને ચકાસવા માટે ટ્રેનિંગ શરૂ રાખવી જોઈએ પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય મેચોના વર્કલોડમાં આવવું ન જોઈએ. તે 100% ફિટ છે, તેમાં કોઈ શંકા નથી. તે સળંગ આંતરરાષ્ટ્રીય મેચોનો વર્કલોડ લે તેમ હું ઈચ્છતો નથી. પંડ્યાનો અત્યાર સુધી કોઈ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો નથી, તેથી તે ટેસ્ટમાં નિષ્ફળ ગયાનો કોઈ પ્રશ્ન જ નથી.
રજનીકાંતે જણાવ્યું કે, તે યો-યો ટેસ્ટમાં અત્યારે 20નો સ્કોર કરી શકે છે. તે 20 મીટર કોઇપણ જાતની મુશ્કેલી વગર દોડી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બોલિંગમાં રહેતા વર્કલોડના કારણે તેનું કામ હજુ પ્રગતિમાં છે.
IS આતંકીના ટાર્ગેટ પર હતા RSS અને હિન્દુ સંગઠનોના અનેક નેતા, પૂછપરછમાં થયો ખુલાસો
વિદ્યાર્થીઓ ક્લાસના બદલે સડકો પર, મુશ્કેલીમાં છે દેશઃ સુનીલ ગાવસ્કરનું નિવેદન
2013થી ભારત નથી જીતી શક્યું કોઈ ICC ટુર્નામેન્ટ, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ જણાવ્યું કેમ હારી જાય છે ટીમ ઈન્ડિયા ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion