શોધખોળ કરો
એડિલેડ ટેસ્ટમાં ભારતની જીત પર ઓસ્ટ્રેલિયાન મીડિયાએ ઉભો કર્યો વિવાદ, જાણો ક્યા કેચને ગણાવ્યો ખોટો.....

1/4

નવી દિલ્હીઃ એડિલેડમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવીને 10 વર્ષ બાદ જીત મેળવી હતી. અંતિમ બોલ પર ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2008માં અનિલ કુંબલેની કેપ્ટનશીપ હેઠળ કોઈ ટેસ્ટ મેચ જીતી હતી. ભારતીય ટીમ જ્યારે આ મેચમાં મળેલી ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહી હતી ત્યારે આ મેચમાં અંતિમ વિકેટના કેચને લઈને વિવાદ ઉભો થયો છે.
2/4

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટેટર ડીન જાન્સે પણ અંતિમ કેચ પર સવાલ ઉઠાવતા એક કેચનો વીડિયો રીટ્વિટ કર્યો છે. જોન્સે લખ્યું છે કે મારું કહેવું છે કે અમ્પાયરોએ આ કેચને જોવાની જરૂર છે. તેમણે ચેક કરવો જોઈએ કે નો બોલ ન હતો ને. દરેક વિકેટ પર આ ચેક કરવામાં આવે છે તો આ કેચને કેમ ના કરવામાં આવે?
3/4

ફોક્સ ક્રિકેટ સિવાય પત્રકાર ડીન રિચીએ પણ અંતિમ કેચ પર શંકા વ્યક્ત કરી છે. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે ખોટો ખેલાડી બનવા માંગતો નથી પણ અંતિમ કેચના કેટલાક રિપ્લે જોવા માંગીશ. એક અન્ય પત્રકાર મેટ બેજલીએ ટ્વિટ કર્યું હતું કે શું આપણે અંતિમ કેચ સાથે સહમત છીએ? મેં ફક્ત મોબાઈલ પર રીપ્લે જોયો છે.
4/4

અંતિમ વિકેટમાં હેઝલવુડ અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો. હેઝલવુડનો કેચ લોકેશ રાહુલે પકડ્યો હતો. આ કેચ ઉપર શંકા ઉભી કરીને ઓસ્ટ્રેલિયન મીડિયા આ જીત પર સવાલ ઉઠાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ફોક્સ ક્રિકેટે અંતિમ કેચનો વીડિયો શેર કરતા લખ્યું છે કે શું અંતિમ કેચ ક્લિન હતો? આ વીડિયો શેર કર્યા પછી ભારતીય પ્રશંસકોએ ફોક્સ ક્રિકેટ સામે નારાજગી વ્યક્ત કરી છે.
Published at : 12 Dec 2018 07:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
