શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેર: બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર રદ થઈ વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ
બીજા વિશ્વ યુદ્ધ બાદ આ પ્રથમ વખત વિમ્બલ્ડન ગેમનું આયોજન નહીં થાય. કોરોના વાયરસના કારણો ઓલિમ્પિક ગેમ્સનું આયોજન પણ એક વર્ષ માટે ટાળી દેવામાં આવી છે.
Coronavirus: કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે યોજાનાર મોટી મોટી ટૂર્નામેન્ટ રદ્દ કરવામાં આવી રહી છે. વર્ષની ત્રીજી ટેનિસ ચેમ્પિયનશિપ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનનું આયોજન પણ રદ કરવામાં આવ્યું છે. 134મીં વિમ્બલ્ડન ગેમનું આયોજન 29 જૂન વચ્ચે થવાનું હતું. બીજા વિશ્વ યુદ્ધ બાદ આ પ્રથમ વખત વિમ્બલ્ડન ગેમનું આયોજન નહીં થાય.
આ પહેલા જ નક્કી કરવામાં આવ્યું હતું કે આ વર્ષે વિમ્બલ્ડન રમતોનું આયોજન રદ્દ કરી દેવામાં આવશે હવે તે નક્કી કરવામાં આવ્યું છે કે,134માં વિંબલડન રમતોનું આયોજન આગામી વર્ષ 28 જુનથી 11 જુલાઈ વચ્ચે થવાનું હતું.
વિમ્બલ્ડનના બોર્ડની મીટિંગમાં આ વર્ષે ગ્રાન્ડ સ્લેમનું આયોજન નહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે વર્તમાનમાં જે સ્થિતિ છે તે જોતા આયોજન શક્ય નથી. આ પહેલાં ફ્રેંચ ઓપનનું આયોજન પણ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવામમાં આવ્યું છે. ફ્રેંચ ઓપનનું આયોજન દર વર્ષે મે મહિનામાં થાય છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણો ઓલિમ્પિક ગેમ્સનું આયોજન પણ અગાઉથી જ એક વર્ષ માટે ટાળી દેવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિકનું આયોજન હવે 2021માં જુલાઈ-ઓગસ્ટમાં થશે. આ સાથે ટ્વેટી ટ્વેટી વર્લ્ડ કપ પર કોરોનાની ખતરો મંડરાઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement