શોધખોળ કરો
Advertisement
IND vs SA: ટીમ ઈન્ડિયામાં છવાયો કોરોનાનો ડર, BCCIએ માર્ગદર્શિકા જાહેર કરી કહ્યું- ફેન્સ સાથે સેલ્ફી પણ નહીં લઈ શકો
BCCIએ ખેલાડીઓને બહારના અન્ય કોઈ વ્યક્તિ સાથે સંપર્ક બનાવવા કે તેથી બચવા કહ્યું છે. દિશા-નિર્દેશોમાં ખેલાડીઓને હાથ મિલાવવાથી બચવા અને સેલ્ફી માટે અજાણ્યા વ્યક્તિના ફોનનો ઉપયોગ નહીં કરવા પણ જણાવાયું છે.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે શ્રેણીમાં 3-0થી વ્હાઇટ વોશ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે પ્રથમ વન-ડે મેચમાં વિજયી શરૂઆત કરવા મેદાન પર ઉતરશે. બીજી તરફ સાઉથ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોકની કેપ્ટનશીપમાં પોતાની અંતિમ વન-ડે સીરિઝમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3-0થી ક્લીન સ્વિપથી જીત હાંસલ કરી હતી. 2019 વર્લ્ડકપ બાદ સાઉથ આફ્રિકાની તમામ ફોર્મેટમાં સાત સીરિઝ બાદ આ પ્રથમ સીરીઝ જીતી હતી. ભારતીય ટીમ જીતના પાટા પર પરત ફરવા અને સાઉથ આફ્રિકા જીતનો સિલસિલો જાળવી રાખવા ટકરાશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
પ્રથમ મેચ આજે 1.30 કલાકે ધર્મશાળામાં રમાશે. 1.00 કલાકે ટોસ થશે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન ડે રમાશે.
આમ કરવાથી બચે ખેલાડીઓઃ BCCI
ખેલાડીઓને ખુદની સ્વચ્છતા જાળવી રાખવા શું કરવું અને શું નહીં કરવું તેની યાદી સોંપવામાં આવી છે. BCCIએ ખેલાડીઓને બહારના અન્ય કોઈ વ્યક્તિ સાથે સંપર્ક બનાવવા કે તેથી બચવા કહ્યું છે. દિશા-નિર્દેશોમાં ખેલાડીઓને હાથ મિલાવવાથી બચવા અને સેલ્ફી માટે અજાણ્યા વ્યક્તિના ફોનનો ઉપયોગ નહીં કરવા પણ જણાવાયું છે. આ ઉપરાંત સાબુ કે પાણીથી ઓછામાં ઓછી 20 સેંકડ સુધી હાથ ધોવા, હેન્ડ સેનિટાઇઝર્સનો ઉપયોગ કરવા, ઉધરસ કે શરદીમાં મોંને પૂરી રીતે ઢાંકવા, તાવ કે અન્ય માંદગીમાં તાત્કાલિક મેડિકલ ટીમને રિપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
પ્રથમ વન ડે માટે સંભવિત ભારતીય ટીમઃ શિખર ધવન, પૃથ્વી શૉ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ.
ઘરઆંગણે ભારતનો સાઉથ આફ્રિકા સામે કેવો છે દેખાવ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ભારતમાં કુલ 6 દ્વીપક્ષીય શ્રેણી રમાઈ છે. જેમાંથી ભારતોનો ચારમાં, દક્ષિણ આફ્રિકાનો એક અને એક સીરિઝ ડ્રો રહી છે. ભારત દક્ષિણ આફ્રિકા સામે 2010માં દ્વીપક્ષીય શ્રેણી જીત્યું હતું. આ પછી ભારતમાં બંને દેશો વચ્ચે 2015માં વન જે શ્રેણી રમાઈ હતી. જેમા આફ્રિકાનો 3-2થી વિજય થયો હતો. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી 10માંથી 8 વન ડેમાં ભારતનો વિજય થયો છે. બંને ટીમો વચ્ચે છેલ્લે 2019ના વર્લ્ડકપમાં ટક્કર થઈ હતી. જેમાં ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો.
Coronavirus: ભારત સરકારે તમામ વિદેશી નાગરિકો માટે 15 એપ્રિલ સુધી વિઝા રદ્દ કર્યા, WHO એ જાહેર કરી મહામારી
IND vs SA: આજે પ્રથમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઈવ ટેલિકાસ્ટ
હોલિવૂડના દિગ્ગજ એક્ટર અને તેની પત્નીનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion