શોધખોળ કરો
Advertisement
PSL 2020: પીસીબીએ PSL સાથે જોડાયેલા ખેલાડીઓનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યો, આવતીકાલે આવશે રિપોર્ટ
અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા એક વિદેશી ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત હોવાની વાત કહી હતી. પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર રમીજ રજાએ જણાવ્યું હતું કે ઈંગ્લેડના ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સ કોરોના સંક્રમિત હતા.
PSL:કોરોનાવાયરસના ખતરાને જોતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ને રદ્દ કરી દીધી હતી. તેના બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પીએસએલ સાથે જોડાયેલા 100 જેટલા લોકોનું કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યા છે. પીસીબીએ આ જાણકારી આપી હતી કે, 100 લોકમાં પીએસએલમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ પણ સામેલ છે. રિપોર્ટ આવતીકાલ સુધીમાં આવી જશે.
અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા એક વિદેશી ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત હોવાની વાત કહી હતી. પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર રમીજ રજાએ જણાવ્યું હતું કે ઈંગ્લેડના ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સ કોરોના સંક્રમિત હતા. જો કે હેલ્સે આ વાતનો ઈનકાર કર્યો હતો.
પીસીબીના એક અધિકારીએ જણાવ્યું કે, “અમને આજે રાતે અથવા આવતીકાલે કોરોના ટેસ્ટનો રિપોર્ટ મળે તેવી આશા છે. અત્યાર સુધી પરીક્ષણનું કોઈ પરિણામ મળ્યું નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું.”
એલેક્સ હેલ્સે મંગળવારે પીએસએલ દરમિયાન તેને કોરોના વાયરસના લક્ષણો હોવાની પીસીબીની વાતે નકારી દીધી છે. હેલ્સે એક નિવેદનમાં કહ્યું હતું કે, તે મુશ્કિલ સમયમાં પોતાના પરિવાર સાથે રહેવા માંગતા હતા તેથી શનિવારે જ ઈંગ્લેન્ડ પરત ફર્યા હતો. હેલ્સે કહ્યું કે, પાકિસ્તાનથી પરત ફર્યો ત્યાં સુધીમાં તેનામાં કોરોના વાયરસનો એક પણ લક્ષણ નહોતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, હેલ્સ બે દિવસ પહેલા જ પીએસએલ લીગ છોડીને લંડન રવાના થઈ ગયો હતો. જ્યાં તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion