વેક્સિન સ્ટેટસ ના બતાવતા દુનિયાના નંબર વન ખેલાડીને ઓસ્ટ્રેલિયામાં ના મળી એન્ટ્રી, હવે કરશે કાયદેસરની કાર્યવાહી, જાણો વિગતે
આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તેને વિશેષ તબીબી છૂટ આપવામાં આવી હતી
નવી દિલ્હીઃ દુનિયાભરમાં હવે કોરોનાનો પગપેસારો ઝડપથી થઇ રહ્યો છે, મોટા ભાગના દેશોમાં ફરીથી ઉથલો મારતા મોટાભાગના દેશોએ પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયામાં કોરોના (Covid19) વચ્ચે યોજાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open)માં એક મોટો વિવાદ ઉભો થયો છે. ખરેખરમાં દુનિયાના નંબર વન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચને ઓસ્ટ્રેલિયમાં વેક્સીન સ્ટેટસ ના બતાવાતા એન્ટ્રી નથી મળી, જેના કારણે હવે ગિન્નાયેલા આ સ્ટારે મોટુ પગલુ ભર્યુ છે, તે વિઝા ના મળવાને લઇને હવે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી છે.
ખાસ વાત છે કે આગામી 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા આ ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લેવા માટે ખેલાડીઓ મેલબોર્ન પહોંચવાનું શરૂ કરી દીધું હતું. વિશ્વનો નંબર વન અને 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચ (Novak Djokovic) પણ બુધવારે મેલબોર્ન પહોંચ્યો હતો, પરંતુ તેને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યો ન હતો. પોતાની સાથે કરવામાં આવેલા આ વર્તનથી નોવાક જોકોવિચ ગિન્નાયો હતો, અને તેને હવે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનનો વર્તમાન ચેમ્પિયન છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તેને વિશેષ તબીબી છૂટ આપવામાં આવી હતી.
આ પણ વાંચો.....
Gujarat Unseasonal Rain : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, જાણો વિગત
Coronavirus Cases Today: દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 90,928 કેસ નોંધાયા, 325 લોકોના મોત
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
રાજ્યની 10 સરકારી હોસ્પિટલમાં શરૂ થઇ ટેલી આઈસીયૂની સુવિધા
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન