સદરલેન્ડ આગામી 12 મહિના કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેમના પદ પર અન્ય કોઈ જવાબદાર વ્યક્તિની નિમણૂંક નહીં કરે ત્યાં સુધી સંભાળશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર 1998માં જનરલ મેનેજર તરીકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે જોડાયા હતા.
2/5
જેમ્સ સદરલેન્ડ પર માર્ચ મહિનમાં બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ પદ છોડવાનું દબાણ ઉભું થયું હતું. જોકે તે સમેય સ્મિથ, વોર્નરને સસ્પેન્ડ અને કોચ ડેરન લેહમને પદ છોડ્યા બાદ તેમણે જવાબદારી ચાલુ રાખી હતી. પરંતુ હવે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે.
3/5
જેના ત્રણ વર્ષ બાદ 2001માં માલ્કમ સ્પીડે પદ છોડ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં સીઈઓ તરીકે જેમ્સની નિમણૂક કરવામાં આવી હતી. પદ છોડવાની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં આશરે 20 વર્ષ ગાળ્યા બાદ મને લાગ્યું કે મારા માટે, રમત માટે અને ટીમ માટે આ યોગ્ય સમય છે.
4/5
5/5
સિડનીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સદરલેન્ડે આજે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં 17 વર્ષની લાંબી ઇનિંગ રમ્યા બાદ તેમણે પદ છોડ્યું હતું. બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે આ વધુ એક મોટો ઝટકો છે.