પહેલીવાર રમાશે મહિલાઓ માટેનો U19 Women's T20 World Cup, 12 ટીમોએ કર્યુ ક્વૉલિફાય
મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપ આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાશે. આ પહેલા સિઝન માટે ક્વૉલિફિકેશન શરૂ થઇ જશે. મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપમાં ભારત સહિત કેટલીય ટીમો ભાગ લેશે.
ICC Under-19 Women's T20 World Cup: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (International Cricket Council) ગયા વર્ષે એક મોટો ફેંસલો કર્યો હતો. આઇસીસીએ વર્ષ 2023 થી 2031 સુધીના ક્રિકેટ ચક્રની જાહેરાત કરી હતી. કાઉન્સિલે આમાં પુરુષોની ચેમ્પિયન્સ ટ્રૉફી અને મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપને શરૂ કરવાનો ફેંસલો કર્યો હતો. આવામાં હવે મેન્સ ટીમની જેમ જ ઇન્ટરનેશનલ મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપ પણ રમાશે.
16 ટીમોની વચ્ચે મેચો -
મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપ આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાશે. આ પહેલા સિઝન માટે ક્વૉલિફિકેશન શરૂ થઇ જશે. મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપમાં ભારત સહિત કેટલીય ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમો રમતી દેખાશે, ટૂર્નામેન્ટ જાન્યુઆરીથી શરૂ થશે.
આ 12 ટીમોએ કર્યુ ક્વૉલિફાય -
મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપ માટે 12 ટીમોએ સીધુ ક્વૉલિફાય કરી લીધુ છે. આમાં 11 પૂર્ણ સભ્ય દેશો - ભારત, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેલ છે. વળી, સંયુક્ત રાજ્ય અમેરિકાના સભ્ય રાષ્ટ્ર હોવાના કારણે ઓટોમેટિક ક્વૉલિફિકેશન આપવામાં આવ્યુ છે. બાકીના ચાર સ્થાનો માટે કેટલાય દેશોની વચ્ચે મેચો રમાશે. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં અંડર-19 ટી20 વર્લ્ડકપ ઉપરાંત આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ પણ રમાશે.
આ પણ વાંચો.........
CORONA : રાજ્યમાં વધ્યા કોરોનાના નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા
IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી
અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો