શોધખોળ કરો
દુઃખદ સમાચારઃ ક્રિકેટ રમતી વખતે ચાલુ મેચમાં જ ખેલાડીનુ થયુ મોત, જાણો વિગતે
આ ખેલાડી પુણેમાં રમાઇ રહેલી લૉકલ ટૂર્નામેન્ટની એક મેચમાં રમી રહ્યો હતો. મહારાષ્ટ્રમાં તાજેતરમાંજ ખેલાડીએ જીવ ગુમાવ્યો હોય એવી આ બીજી ઘટના ઘટી છે
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પરથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પુણેમાં લાઇવ મેચ દરમિયાન નૉન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભા રહેલા ખેલાડીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થઇ ગયુ છે. આ ખેલાડી પુણેમાં રમાઇ રહેલી લૉકલ ટૂર્નામેન્ટની એક મેચમાં રમી રહ્યો હતો. મહારાષ્ટ્રમાં તાજેતરમાંજ ખેલાડીએ જીવ ગુમાવ્યો હોય એવી આ બીજી ઘટના ઘટી છે.
આ મેચનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે બૉલર પોતાના રનઅપ પર પાછો જઇ રહ્યો હતો, તે સમયે આ ખેલાડી પીચ પર જ તે અચાનક ઢળી પડ્યો. જોકે આ ખેલાડી પહેલા એમ્પાયર સાથે વાત કરી રહ્યો હતો પરંતુ અચાનક જ પીચ પર પડી ગયો હતો.
સામે આવેલી જાણકારી પ્રમાણે આ ખેલાડી એમ્પ્યાર સાથે ઓવરની વચ્ચે નંખાયેલા બૉલ વિશે વાત કરી રહ્યો હતો. પીચ પર પડ્યા બાદ એમ્પાયર અને બાકીના અન્ય ખેલાડીઓએ તેને સંભાળવાની કોશિશ કરી, પરંતુ સામે આવેલી માહિતી પ્રમાણે પડ્યા બાદ આ ખેલાડીનું હાર્ટ એટેક આવવાથી મોત થઇ ગયુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement