Glenn Maxwell: અફઘાનિસ્તાન સામે તોફાની બેવડી સદી બાદ જાણો ગ્લેન મેક્સવેલે શું આપ્યું નિવેદન
ગ્લેન મેક્સવેલે કદાચ લંગડાતી વખતે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલે 128 બોલમાં અણનમ 201 રનની વિસ્ફોટક ઇનિંગ રમી છે.
Glenn Maxwell: મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની મેચમાં 'ગ્લેન મેક્સવેલ' નામનું વાવાઝોડુ ફરી વળ્યું હતું. જેણે અફઘાનિસ્તાન ટીમને તબાહ કરી નાખી. એક સમયે ઓસ્ટ્રેલિયાની 7 વિકેટ માત્ર 91 રનના કુલ સ્કોર પર પડી ગઈ હતી, પરંતુ તે પછી શું થયું તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ગ્લેન મેક્સવેલે કદાચ લંગડાતી વખતે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલે 128 બોલમાં અણનમ 201 રનની વિસ્ફોટક ઇનિંગ રમી છે. ગ્લેન મેક્સવેલની ઇનિંગમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે.
અફઘાનિસ્તાનને તહસ નહસ કર્યા બાદ ગ્લેન મેક્સવેલે પોતાની વિસ્ફોટક ઈનિંગની ચર્ચા કરી હતી. ગ્લેન મેક્સવેલે કદાચ લંગડાતી વખતે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી છે. ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાનના જડબામાંથી જીત છીનવી લીધી હતી. ગ્લેન મેક્સવેલે મેચ બાદ પોતાની ઈનિંગ વિશે કહ્યું, 'આજે ફિલ્ડિંગ કરતી વખતે ખૂબ જ ગરમી હતી. મેં ગરમીમાં વધારે કસરત નહોતી કરી. આજે ગરમી મારા પર હાવી હતી. હું મારા પગ પર ઉભો રહેવા અને ક્રિઝ પર રહેવા માંગતો હતો. તેમ છતાં મેં મારા શોટ્સ રમવાનો પ્રયાસ કર્યો.
અફઘાનિસ્તાને ઘણી સારી બોલિંગ કરી, પરંતુ તકનો લાભ ઉઠાવીને આ ઇનિંગ રમવી મારા માટે શાનદાર રહી. આજે હું આ શાનદાર તકનો મહત્તમ લાભ લેવા માંગતો હતો. આ એક એવી ઇનિંગ્સ છે જેના માટે મને મારી જાત પર ખૂબ ગર્વ છે. આશ્ચર્યની વાત એ છે કે વર્લ્ડ કપ 2023ની પ્રથમ 2 મેચમાં હાર બાદ લોકોએ અમને તરત જ નકારી કાઢ્યા હતા. એક ટીમ તરીકે અમને હંમેશા પોતાની જાત પર વિશ્વાસ હતો.
નવો રેકોર્ડ બની ગયો
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ સ્કોર બનાવવાનો આ નવો રેકોર્ડ બની ગયો છે. આ પહેલા બીજી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર જમાન (193 vs દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2021)ના નામે હતો. આ વર્લ્ડ કપની સૌથી મોટી ઇનિંગ્સ પણ બની ગઈ છે. આ મામલામાં મેક્સવેલે 2011 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે 158 રનની ઇનિંગ રમનાર એન્ડ્રુ સ્ટ્રોસનો રેકોર્ડ તોડ્યો હતો.
ક્રિઝ પર સ્થિર થયા બાદ તેણે આક્રમક બેટિંગ કરી અને 76 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેની ODI કારકિર્દીની 5મી સદી હતી. તેણે 128 બોલમાં 201 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે.