શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કેર વધતા આ દેશમાં સરકારે ક્રિકેટ રમવાનુ જ બંધ કરાવી દીધુ, જાણો કઇ સીરીઝ થઇ અધ્ધરતાલ.....
ખરેખરમાં ઝિમ્બાબ્વેમાં ગયા અઠવાડિયામાં કોરોનાના 1342 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા, જ્યારે આ દરમિયાન દેશમાં 29 લોકોના મોત થયાના રિપોર્ટ છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે ફરી એકવાર લૉકડાઉન લગાવી દીધુ છે
નવી દિલ્હીઃ વર્ષ 2020 આખુ કોરોના મહામારીમાં ધોવાઇ ગયુ, હવે વર્ષ 2021ની શરૂઆતમાં પણ કેટલાક દેશોમાં કોરોનાનો ખતરો દેખાઇ રહ્યો છે. કોરોનાના ખતરાના કારણે 2020માં મોટા ભાગના દેશોએ ક્રિકેટ રમવાનુ બંધ કરી દીધુ હતુ, પરંતુ હવે રિપોર્ટ છે કે ઝિમ્બાબ્વેમાં કોરોનાનો કેર વધતા ક્રિકેટ પર રોક લગાવી દેવામાં આવી છે. દેશમાં દરેક પ્રકારની ક્રિકેટ ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે.
ખરેખરમાં ઝિમ્બાબ્વેમાં ગયા અઠવાડિયામાં કોરોનાના 1342 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા, જ્યારે આ દરમિયાન દેશમાં 29 લોકોના મોત થયાના રિપોર્ટ છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે ફરી એકવાર લૉકડાઉન લગાવી દીધુ છે. આ ફેંસલાથી દેશમાં ક્રિકેટની તમામ ગતિવિધિઓ અવરોધાઇ છે, અને તાત્કાલિક ધોરણે ક્રિકેટ પર રોક લગાવવામાં આવી છે.
કોરોનાથી ઝિમ્બાબ્વે ક્રિકેટ પર મોટી અસર થઇ છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ અનુસાર, દેશમાં એલીટ પુરુષ ઘરેલુ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રોકી દેવામાં આવી છે. હવે જ્યારે લૉકડાઉન હટશે ત્યારે ફરીથી શિડ્યૂલ્ડ કરવામાં આવશે. ખાસ વાત છે કે ઝિમ્બાબ્વેને આયરલેન્ડ, અફઘાનિસ્તાન અને ભારત સામેની સીરીઝને રદ્દ કરી પડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement