શોધખોળ કરો
IPLમાં જેને કોઈએ ખરીદ્યો નહોતો એ ખેલાડીએ 59 બૉલમાં 99 રન ઠોકીને બતાવ્યો ચમકારો, અશ્વિને શું કહ્યું?
29 વર્ષીય ડેવોન કૉનવેની બેઝ પ્રાઇસ 50 લાખ રાખવામાં આવી હતી, પરંતુ હરાજીમાં ન હતો વેચાયો. આના પર હવે અશ્વિને મજાકીયા અંદાજમાં કૉમેન્ટ કરતુ ટ્વીટ કર્યુ છે. અશ્વિને લખ્યું- ડેવોન કોનવે ફક્ત 4 દિવસ લેટ થઇ ગયો, પરંતુ શું ઇનિંગ હતી

(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ આઇપીએલની હરાજી થઇ ચૂકી છે, ભારતીય ક્રિકેટરોની સાથે સાથે વિદેશી ક્રિકેટરોએ પણ પોતાનુ કિસ્મત અજમાવ્યુ હતુ, પરંત આ હરાજીમાં અમૂક ખેલાડી જ વેચાયા હતા. ન્યૂઝીલેન્ડના ક્રિકેટર ડેવોન કૉનવેએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, પરંતુ તેને કોઇ ટીમે આ ટી20 લીગ માટે ખરીદ્યો ન હતો. હવે તેને ચમકારો બતાવતી બેટિંગ કરીને બધાને ચોંકાવ્યા છે. 29 વર્ષીય ડેવોન કૉનવેની બેઝ પ્રાઇસ 50 લાખ રાખવામાં આવી હતી, પરંતુ હરાજીમાં ન હતો વેચાયો. આના પર હવે અશ્વિને મજાકીયા અંદાજમાં કૉમેન્ટ કરતુ ટ્વીટ કર્યુ છે. અશ્વિને લખ્યું- ડેવોન કોનવે ફક્ત 4 દિવસ લેટ થઇ ગયો, પરંતુ શું ઇનિંગ હતી. ખરેખરમાં, ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કૉનવેએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 મેચમાં શાનદાર 59 બૉલમાં 99 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. આમાં કૉનવેએ તાબડતોડ ઇનિંગ રમતા 19 રન પર 3 વિકેટ ગુમાવી ચૂકેલી ન્યૂઝીલેન્ડને 20 ઓવરોમાં 184 પર લઇ ગયો હતો. આ ઇનિંગના કારણે ન્યૂઝીલેન્ડ પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ થયુ હતુ. ઓસ્ટ્રેલિયા 17.3 ઓવરમાં 131 રને ઓલઆઉટ થઇ ગયુ હતુ.
(પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર) વધુ વાંચો




















