Cricket: 10થી લઇને મેનેજમેન્ટ ડિગ્રી સુધી, અહીં જુઓ એશિયા કપ રમનારા ભારતીય કેટલા ભણેલા છે ?
બહુ ઓછા લોકો હશે, જે તેમને અભ્યાસથી પરિચિત હશે. અહીં અમે તમને બતાવી રહ્યા છીએ કે આ તમારા પસંદગીના ખેલાડીઓ કેટલુ ભણેલા ગણેલા છે.......
Team India Players Education: અત્યારે એશિયાની 6 ટીમો એશિયા કપ 2022 માટે આમને સામને ટકરાઇ રહી છે, પરંતુ આ વખતે રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ટીમ ઇન્ડિયા સૌથી વધુ ખિતાબ માટે ફેવરેટ માનવામાં આવી રહી છે. ભારતની ટીમમાં આ વખતે રોહિત, વિરાટ, કેએલ રાહુલ, હાર્દિકથી લઇને તમામ ધાકડ ખેલાડીઓ રમી રહ્યાં છે. આ બધા ખેલાડીઓની બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગથી તો બધા પરિચિત છે, પરંતુ બહુ ઓછા લોકો હશે, જે તેમને અભ્યાસથી પરિચિત હશે. અહીં અમે તમને બતાવી રહ્યા છીએ કે આ તમારા પસંદગીના ખેલાડીઓ કેટલુ ભણેલા ગણેલા છે.......
Team India Players Education: ભારતીય ટીમના ખેલાડીઓના નામ અને શિક્ષણ -
રોહિત શર્મા (કેપ્ટન) - એશિયા કપ 2022માં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરનારો રોહિત શર્મા માત્ર 10મુ પાસ છે, પોતાની ક્રિકેટ કેરિયરને આગળ વધારવા માટે રોહિતે 10મુ પાસ કર્યા બાદ ભણવાનુ છોડી દીધુ હતુ.
વિરાટ કોહલી - રન મશીન ગણાતો વિરાટ કોહલી માત્ર 12માં ધોરણ સુધી જ ભણેલો છે, ક્રિકેટ પર ધ્યાન આપવા માટે તેને ક્યારેય કૉલેજ નથી કરી.
કેએલ રાહુલ - ટીમ ઇન્ડિયાના વધુ એક વિસ્ફોટક બેટ્સમેન કેએલ રાહુલ બીકૉમ પાસ છે, રાહુલે બેંગ્લુરુની શ્રી ભગવાન મહાવીર જૈન કૉલેજમાંથી બીકૉમ કર્યુ છે.
સૂર્યકુમાર યાદવ - ટીમનો મીડલ ઓર્ડરનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મુંબઇની પિલાઇ સ્કૂલ ઓફ આર્ટ્સ, કૉમર્સ એન્ડ સાયન્સમાંથી બીકૉમ કર્યુ છે.
ઋષભ પંત - કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની જેમ ઋષભ પંત પણ બીકૉમ પાસ છે. પંતે દિલ્હી યૂનિવર્સિટીની શ્રી વેંકેટેશ્વર કૉલેજમાંથી બીકૉમ કર્યુ છે.
દીપક હુડ્ડા - દીપક હુડ્ડા આર્ટ્સ ગ્રેજ્યૂએટ છે.
દિનેશ કાર્તિક - કાર્તિક 12મું પાસ છે.
હાર્દિક પંડ્યા - ટીમ ઇન્ડિયાનો બેટિંગ ઓલરાઉન્ડર હાર્દિંક પંડ્યા 9નુ પાસ છે.
રવીન્દ્ર જાડેજા - સરના નામથી જાણીતો જાડેજા ગ્રેજ્યૂએશન પાસ છે.
રવિચંદ્રન અશ્વિન - અશ્વિન, હાલની ટીમમાં વધુ ભણેલા ખેલાડીમાંથી એક છે, અશ્વિને ચેન્નાઇની એસએસએન કૉલેજ ઓફ એન્જિનીયરિંગમાંથી આઇટીમાં બીટેકની ડિગ્રી હાંસલ કરી છે.
યુજવેન્દ્ર ચહલ - ચહલ હરિયાણાની મહાત્મા ગાંધી કૉલેજ ઓફ હેલ્થ સાયન્સમાંથી ગ્રેજ્યુએટ છે.
રવિ બિશ્નોઇ - રવિ માત્ર 10મુ પાસ છે.
ભુવનેશ્વર કુમાર - ટીમ ઇન્ડિયાના ધાતક ફાસ્ટ બૉલર ભુવી ઉર્ફે ભુવનેશ્વર કુમાર મેરઠની ચૌધરી ચરણ સિંહ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે.
અર્શદીપ સિંહ - ટીમ ઇન્ડિયાનો યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ રસિંહ ગ્રેજ્યૂએટ છે.
આવેશ ખાન - આવેશ પણ બીકૉમ પાસ છે, આવેશે ઇન્દોરની રેનેસન્સ કૉલેજ ઓફ કૉમર્સ એન્ડ મેનેજમેન્ટમાંથી બીકૉમ પાસ કર્યુ છે.
ડિસ્ક્લેમરઃ આ રિપોર્ટ અમે મીડિયા રિપોર્ટ્સ, વીકીપીડિયા અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસેથી એકઠા કરેલી જાણકારીના આધાર પર બનાવ્યો છે. કોઇપણ પ્રકારની ત્રુટિ હોવાની શક્યતા છે.