શોધખોળ કરો

Asia Cup 2022 ની ચેમ્પિયન શ્રીલંકા પર પૈસાનો વરસાદ, જાણો કયા ખેલાડીને કેટલું મળ્યું ઈનામ

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 170 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

Asia Cup 2022 Final Sri Lanka Prize Money: શ્રીલંકાએ એશિયા કપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું. આ જીત બદલ શ્રીલંકાને મોટી ઈનામી રકમ મળી હતી. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કેપ્ટન દાસુન શનાકાને 1.5 લાખ ડોલરનો ચેક આપ્યો. આ સાથે 'પ્લેયર ઓફ ધ મેચ' અને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' સહિત ઘણા ખેલાડીઓને ઈનામી રકમ મળી છે. ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું.

શ્રીલંકાએ ફાઇનલમાં 23 રને જીત મેળવી હતી. ચેમ્પિયન બનવા પર તેને 1.5 લાખ ડોલરનો ચેક આપવામાં આવ્યો હતો. જો ભારતીય રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો તે લગભગ 1 કરોડની રકમ હશે. આ ટુર્નામેન્ટ માટે વાનિન્દુ હસરંગાને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેને 15 હજાર ડોલરનો ચેક આપવામાં આવ્યો હતો. ભારતીય રૂપિયાના હિસાબે આ લગભગ 12 લાખ રૂપિયા હશે. ભાનુકા રાજપક્ષેને ફાઈનલ મેચ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા. રાજપક્ષેને 5 હજાર ડોલરનો ચેક આપવામાં આવ્યો હતો. જ્યારે મેચના શ્રેષ્ઠ કેચ બદલ 3 હજાર ડોલરનો ચેક આપવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, એશિયા કપ 2022માં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવીને છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 170 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 147 રન જ બનાવી શકી હતી. આગળ વાંચો એશિયા કપમાં પાકિસ્તાનની હારના પાંચ મોટા કારણો....

બાબર આઝમની નબળી કેપ્ટનશીપ

એશિયા કપની ફાઇનલમાં હારનું સૌથી મોટું કારણ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની નબળી કેપ્ટનશિપ હતી. વાસ્તવમાં, શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં બાબરે પોતાના બોલરોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો ન હતો, જેના કારણે ટીમે ખિતાબ ગુમાવ્યો હતો. શ્રીલંકાની બેટિંગ દરમિયાન અડધી ટીમ 60ની અંદર પેવેલિયન પરત ફરી ગઈ હતી. પરંતુ તે પછી બાબરે તેના મુખ્ય બોલરોને બોલિંગ ન આપી.  બાબરની ભૂલની ટીકા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે કોમેન્ટ્રી દરમિયાન પણ કરી હતી.

મિડલ ઓર્ડરનો ફ્લોપ શો

શ્રીલંકા સામે પાકિસ્તાનનો મિડલ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. મિડલ ઓર્ડરમાં ઈફ્તિકાર અહેમદ સિવાય પાકિસ્તાનનો કોઈ બેટ્સમેન લાંબુ ટકી શક્યો નહોતો. શ્રીલંકા સામે મિડલ ઓર્ડરના ફ્લોપ શોના કારણે પાકિસ્તાનને ફાઇનલ ગુમાવી પડી હતી

રિઝવાનની ખૂબ જ ધીમી ઇનિંગ્સ

171 જેવા મોટા રનનો પીછો કરવા આવેલા પાકિસ્તાનના વિકેટ કીપર- બેટ્સમેન મોહમ્મદ રિઝવાને અડધી સદી ફટકારી પરંતુ તે ખૂબ જ ધીમી રહી હતી. તેણે 55 રન બનાવવા માટે 49 બોલ રમ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 1 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. રિઝવાનની આ ધીમી ઈનિંગના કારણે પાકિસ્તાનને એશિયા કપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બાબર આઝમ બેટિંગમાં ફરી ફ્લોપ રહ્યો

એશિયા કપ 2022માં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના આંકડા પર નજર કરીએ તો આ ખેલાડીએ ખૂબ જ નિરાશ કર્યા છે. વાસ્તવમાં બાબર આઝમ એશિયા કપ 2022ની 6 મેચમાં માત્ર 68 રન બનાવી શક્યો હતો. સમગ્ર એશિયા કપમાં તેની સરેરાશ માત્ર 11.33ની હતી. એશિયા કપમાં તેનો ઉચ્ચ સ્કોર પણ 30 રન હતો. એશિયા કપની ફાઈનલમાં પણ બાબર રન બનાવી શક્યો નહોતો. તે માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. એશિયા કપમાં પાકિસ્તાનની હારનું મુખ્ય કારણ બાબરનું ખરાબ ફોર્મ પણ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Plane Crash:  મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
Plane Crash: મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
BSNLએ લોન્ચ કર્યો સસ્તો રિચાર્જ પ્લાન, 350 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં મળશે અનલિમિટેડ બેનિફિટ્સ
BSNLએ લોન્ચ કર્યો સસ્તો રિચાર્જ પ્લાન, 350 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં મળશે અનલિમિટેડ બેનિફિટ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હૉસ્પિટલમાં દુઃશાસન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : વરદી સેવા માટે કે રૂપિયા કમાવવા માટે?Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથીRajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Plane Crash:  મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
Plane Crash: મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
BSNLએ લોન્ચ કર્યો સસ્તો રિચાર્જ પ્લાન, 350 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં મળશે અનલિમિટેડ બેનિફિટ્સ
BSNLએ લોન્ચ કર્યો સસ્તો રિચાર્જ પ્લાન, 350 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં મળશે અનલિમિટેડ બેનિફિટ્સ
Womens Premier League 2025: સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ, RCBએ દિલ્હીને હરાવ્યું
Womens Premier League 2025: સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ, RCBએ દિલ્હીને હરાવ્યું
Team India New Jersey: ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ, ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ શેર કર્યા ફોટો
Team India New Jersey: ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ, ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ શેર કર્યા ફોટો
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.