IND vs BAN: ટોપ ઓર્ડરના ધબડકા બાદ શાકિબ અને તૌહીદે સંભાળી બાજી, ભારતે આપ્યો 266 રનનો પડકાર
IND vs BAN Innings Report: બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 266 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IND Vs BAN, Innings Highlights: બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 266 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 265 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન શાકિબ અલ હસને 85 બોલમાં 80 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જ્યારે તૌહીદ હૃદયે 81 બોલમાં 54 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
Innings Break!
— BCCI (@BCCI) September 15, 2023
Bangladesh post a total of 265/8 on the board.
Shardul Thakur was the pick of the bowlers with three wickets to his name.
Scorecard - https://t.co/Qi56Y95GFN… #INDvBAN pic.twitter.com/XRiCoWIqZR
શાકિબ અલ હસન અને તૌહીદની શાનદાર બેટિંગ
પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. શાકિબ અલ હસનની ટીમને પહેલો ફટકો 13 રનના સ્કોર પર લાગ્યો હતો. બાંગ્લાદેશના 4 બેટ્સમેન 59 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, આ પછી કેપ્ટન શાકિબ અલ હસન અને તૌહીદ હૃદય વચ્ચે પાંચમી વિકેટ માટે 101 રનની ભાગીદારી થઈ હતી. વાસ્તવમાં બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર ફેલ ગયો હતો. બાંગ્લાદેશના ટોપ-3 બેટ્સમેનોએ અનુક્રમે 13, 0 અને 4 રન બનાવ્યા હતા. જ્યારે મહેંદી હસન મિરાજે 28 બોલમાં 13 રનનું યોગદાન આપ્યું હતું. શમીમ હૌસેન 5 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય નસુમ અહેમદે 45 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મહેંદી હસને 23 બોલમાં 29 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.
ભારતીય બોલરોની શાનદાર બોલિંગ
ભારતીય બોલરોની વાત કરીએ તો શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્ના, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. એશિયા કપની આ છેલ્લી સુપર-4 રાઉન્ડની મેચ છે. ભારત અને શ્રીલંકાની ટીમો ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.