Asia Cup 2023: એશિયા કપ અગાઉ ભારતને લાગ્યો મોટો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ નહી રમી શકે
એશિયા કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે
KL Rahul and Shreyas Iyer: એશિયા કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. એવું માનવામાં આવતું હતું કે કેએલ રાહુલ અને શ્રેયસ ઈજામાંથી સ્વસ્થ થઈ ગયા છે અને બંને ખેલાડીઓ એશિયા કપમાં ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે. પરંતુ ચાહકોને નિરાશ થવું પડ્યું છે.
ચાહકોની આશાને ફટકો પડ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેએલ રાહુલ બેટિંગ અને વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ પછી ચાહકોમાં આશા હતી કે કેએલ રાહુલ એશિયા કપમાં રમતો જોવા મળશે. પરંતુ ફરી એકવાર ચાહકોની આશાને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં કેએલ રાહુલ લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. કેએલ રાહુલને IPL 2023 દરમિયાન ઈજા થઇ હતી. જે બાદ તે તેની સર્જરી અને રિકવરી પર કામ કરી રહ્યો હતો. કેએલ રાહુલ સિવાય શ્રેયસ પણ એશિયા કપમાં રમી શકશે નહીં.
તો શું કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર વર્લ્ડકપ સુધી ફિટ રહેશે?
ભારતીય ટીમ સતત મિડલ ઓર્ડરની સમસ્યાથી ઝઝૂમી રહી છે. એવું માનવામાં આવતું હતું કે કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરની વાપસી બાદ મિડલ ઓર્ડરની સમસ્યાનો ઉકેલ આવી જશે. પરંતુ હવે સવાલ એ છે કે શું કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર વર્લ્ડ કપ સુધી ફિટ રહેશે? જો કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર વર્લ્ડકપ સુધી ફીટ નહીં થાય તો રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ માટે તે મોટો ફટકો સાબિત થઈ શકે છે. હાલ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ટેસ્ટ અને વનડે શ્રેણીમાં હરાવ્યું હતું. હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટી20 સીરીઝની પ્રથમ મેચ ગુરુવારે રમાશે.
હવે બંને ટીમો T20 શ્રેણીમાં આમને-સામને જોવા મળશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 T20 મેચોની સિરીઝ રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારે રમાશે. જો કે આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? પ્લેઈંગ ઈલેવનમાં કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે? વાસ્તવમાં, પ્લેઇંગ ઇલેવનની પસંદગી ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે આસાન નહીં હોય.
ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવી સરળ નહીં રહે
ઈશાન કિશને વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ, યશસ્વી જયસ્વાલે ટેસ્ટ મેચોમાં તેની બેટિંગથી ખૂબ પ્રભાવિત કર્યા છે. તો વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કોને સ્થાન મળશે? ઈશાન કિશન કે યશસ્વી જયસ્વાલ? ટીમ મેનેજમેન્ટ માટે નિર્ણય આસાન નહીં હોય. આ સિવાય તિલક વર્માને પણ મોકો આપી શકાય છે.