શોધખોળ કરો

Asia Cup 2023: નેપાળના પૂંછડીયા બેટ્સમેન સોમપાલ કામીની શાનદાર બેટિંગ, ભારતને જીતવા 231 રનનો ટાર્ગેટ

IND vs NEP, Asia Cup 2023: મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો.

Asia Cup 2023, IND Vs NEP:  એશિયા કપ 2023માં આજે ભારતીય ટીમ પોતાની બીજી વનડે મેચ રમી રહ્યું છે. આજે ભારતીય ટીમની ટક્કર નેપાળની ટીમ સામે થઇ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો હતો. નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. નેપાળ તરફથી આસિફ શેખે સર્વાધિક 58 રનનું યોગદાન આપ્યું હતું. તેણે અને કુશલ (38 રન)એ પ્રથમ વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. સોમપાલ કામીએ 48 રન બનાવ્યા હતા. શમીએ તેને આઉટ કર્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 40 રનમાં 3 વિકેટ અને મોહમ્મદ સિરાજે 61 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

ઓપનરોએ અપાવી મજબૂત શરૂઆત

મેચની શરૂઆતમાં ભારતના માખણીયા ફિલ્ડરોએ પ્રથમ પાંચ ઓવરમાં જ ત્રણ કેચ પડતા મૂક્યા હતા. જેનો નેપાળના ઓપનરોએ શાનદાર ફાયદો ઉઠાવી પ્રથમ વિકેટ માટે 65 રન ઉમેર્યા હતા. શાર્દુલ ઠાકુરે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. એક સમયે નેપાળનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 144 રન હતો. જે બાદ પૂંછડીયા બેટ્સમેન સોમપાલ કામીએ 48 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

ભારતની પ્લેઇંગ ઇવેલન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર , ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.

નેપાળની પ્લેઇંગ ઇલેવન

 કુશલ ભુર્તેલ, આસિફ શેખ (વિકેટકીપર), રોહિત પૌડેલ (કેપ્ટન), ભીમ શાર્કી, સોમપાલ કામી, ગુલસન ઝા, દીપેન્દ્ર સિંહ એરે, કુશલ મલ્લા, સંદીપ લામિછાને, કરણ કેસી, લલિત રાજબંશી.

પાકિસ્તાન સામે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી મેચ

અગાઉની પ્રથમ મેચમાં ભારતીય ટીમને વરસાદી વિઘ્ન નડ્યુ હતુ, જેના કારણે ભારત અને પાકિસ્તાન બન્નેને પૉઇન્ટ વહેંચવામાં આવ્યા હતા. 

જસપ્રીત બુમરાહ બન્યો પિતા

ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પિતા બની ગયો છે. બુમરાહ આ દિવસોમાં રમાઈ રહેલા એશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ છે, પરંતુ તે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમાનાર મેચ પહેલા મુંબઈ પરત ફર્યો હતો. હવે બુમરાહે તેના સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે તે પિતા બની ગયો છે અને તેના ઘરે એક બાળકનો જન્મ થયો છે. બુમરાહે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં માત્ર તેના નાના પુત્રનો હાથ જ દેખાઈ રહ્યો છે. આ તસવીરને કેપ્શન આપતા તેણે પોતાના દિલની વાત લખી છે. બુમરાહે લખ્યું, “અમારું નાનું કુટુંબ મોટું થઈ ગયું છે અને અમારું હૃદય આપણે ક્યારેય કલ્પના કરી શકીએ તેટલું ભરેલું છે! આજે સવારે અમે અમારા નાના બાળક અંગદ જસપ્રીત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. "અમે ચંદ્ર પર છીએ અને અમારા જીવનમાં આ નવો અધ્યાય લાવે છે તે બધું માટે રાહ જોઈ શકતા નથી."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget