શોધખોળ કરો
Advertisement
ભારત સામે થયેલી હાર બાદ ઓસ્ટ્રેલિયાએ આ ઘાતક ખેલાડીને કર્યો સામેલ, જાણો કોની કરી હકાલપટ્ટી
ભારત પર પકડ મજબૂત કરવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. વનડે સીરીઝ દરમિયાન ગ્રોઇંગ ઇન્જરીના કારણે ઘાયલ થયેલા ડેવિડ વોર્નરને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
IND Vs AUS 3rd Test Match: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. ભારતની જીત બાદ સીરિઝ 1-1થી બરાબર થઈ હતી.
ભારત પર પકડ મજબૂત કરવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ બાકીની બે ટેસ્ટ માટે ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. વનડે સીરીઝ દરમિયાન ગ્રોઇંગ ઇન્જરીના કારણે ઘાયલ થયેલા ડેવિડ વોર્નરને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરની વાપસી થતાં જ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા જો બર્ન્સને ટીમમાંથી બહાર કરાયો છે. બર્ન્સને બહાર કરવા ઉપરાંત કાંગારુ ટીમે યુવા ઓપનર વિલ પુકોવસ્કીને પણ સિડની ટેસ્ટ માટે ફિટ જાહેર કર્યો છે. પુકોવસ્કીનુ ડેબ્યૂ કન્ફોર્મ માનવામાં આવી રહ્યું છે.
ત્રીજી ટેસ્ટમાં ભારતને ટક્કર આપવા માટે કાંગારુ ટીમે ઇજાગ્રસ્ત વોર્નરની વાપસી કરાવી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને પહેલાથી જ વોર્નરની વાપસીના સંકેત આપી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં મેથ્યૂ વેડે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી, હવે વેડ ફરી એકવાર મિડલ ઓર્ડરમાં રમતો દેખાશે. મિડલ ઓર્ડરમાંથી ટ્રેવિડ હેડને પણ બહાર કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement