WI vs AUS ટેસ્ટમાં બેટ્સમેને ફટકારી ડબલ સેન્ચૂરી, તો દીકરીને ખોળામાં લઇને પત્નીએ કર્યુ ખાસ સેલિબ્રેશન
પર્થમાં માર્નસ લાબુશાનેનો જલવો જોવા મળ્યો છે, લાબુશાનેએ કેરેબિયન બૉલરોને બરાબરના ધોયા છે, તેને પહેલી ઇનિંગમાં ડબલ સેન્ચૂરી ફટકારતાં 204 રન બનાવી દીધા,
![WI vs AUS ટેસ્ટમાં બેટ્સમેને ફટકારી ડબલ સેન્ચૂરી, તો દીકરીને ખોળામાં લઇને પત્નીએ કર્યુ ખાસ સેલિબ્રેશન australia vs west indies: marnus labuschagne double century and his wife celebrated it with daughter in 1st test match WI vs AUS ટેસ્ટમાં બેટ્સમેને ફટકારી ડબલ સેન્ચૂરી, તો દીકરીને ખોળામાં લઇને પત્નીએ કર્યુ ખાસ સેલિબ્રેશન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/cff75da4da29a49217f84a9b3c39a5e1166987676940977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Marnus Labuschagne WI vs AUS 1ST Test: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પર્થ સ્ટેડિયમમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટ દરમિયાન એક ખાસ પ્રકારના સેલિબ્રેશનનો વીડિયો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને માર્નર્સ લાબુશાનેએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શાનદાર બેવડી સદી ફટકારી દીધી, આ મેચમાં તેની બેવડી સદીથી તેની પત્ની ખુબ ખુશ થઇ ગઇ અને પોતાની દીકરીને ખોળામાં લઇને સેલિબ્રેશન કરવા લાગી હતી. ડબલ સદીની ઉજવણીનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
પર્થમાં માર્નસ લાબુશાનેનો જલવો જોવા મળ્યો છે, લાબુશાનેએ કેરેબિયન બૉલરોને બરાબરના ધોયા છે, તેને પહેલી ઇનિંગમાં ડબલ સેન્ચૂરી ફટકારતાં 204 રન બનાવી દીધા, 28 વર્ષીય લાબુશાનેએ પોતાની 350 બૉલની ઇનિંગમાં 20 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે આ ઇનિંગ રમી હતી. તેનુ ટેસ્ટ ક્રિકેટમાં આ છઠ્ઠી સદી છે.
જ્યારે મેચમાં લાબુશાનેએ શાનદાર બેવડી સદી ફટકારી તો તેની પત્ની રિબેકાએ શાનદાર ઉજવણી કરી હતી, તેને આ સદી બાદ પોતાની દીકરીને ખોળામાં લઇને ઉજવણી કરવા લાગી હતી. માર્નસ લાબુશાનેએ પણ પોતાની આ સદીને પોતાની દીકરી હેલીને સમર્પિત કરી દીધી હતી. જોકે, બાદમાં લાબુશાનેને કેરેબિયન ક્રેગ બ્રેથવેટે જોશુઆ ડિસિલ્વાના હાથે કેચ કરાવીને આઉટ કરાવી દીધી હતો.
Glorious! 200 of the very best from Marnus Labuschagne #OhWhatAFeeling#AUSvWI | @Toyota_Aus pic.twitter.com/Q1IFKdRlzJ
— cricket.com.au (@cricketcomau) December 1, 2022
માર્નસ લાબુશાને અને રિબેકા 26 મે, 2017એ લગ્ન ગ્રંથીથી બંધાયા હતા, અને બાદમાં બન્નેને એક દીકરી જન્મી હતી. જેનુ હેલી રાખવામા આવ્યુ હતુ. હેલીનો જન્મ 20 સપ્ટેમ્બર, 2022ના દિવસે થયો હતો.
Steve Smith notches up Test century number 29!
— ICC (@ICC) December 1, 2022
Australia turn the screws in Perth 👀
Watch #AUSvWI on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺
Scorecard: https://t.co/GmPHL3FnGN pic.twitter.com/WfJa6iZ9Ok
Marnus Labuschagne is only behind Don Bradman😳#MarnusLabuschagne #AUSvWI pic.twitter.com/4KQxrFcdSs
— CricTracker (@Cricketracker) November 30, 2022
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)