(Source: ECI/ABP News/ABP Majha)
Cricketer Death: ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝની વચ્ચે દુઃખદ સમાચાર, 23 વર્ષના ક્રિકેટરનું ઓસ્ટ્રેલિયામાં નિધન
Australian Cricketer Death before BGT: ક્રિકેટરના મૃત્યુનો ખુલાસો ડાર્વિન ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવ્યો છે. તેને પોતાના ફેસબુક પેજ પર એક પૉસ્ટ દ્વારા આ માહિતી આપી છે
Australian Cricketer Death before BGT: આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી હેઠળ બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. ઓસ્ટ્રેલિયાના 23 વર્ષના ઓલરાઉન્ડર આદિ ડેવનું નિધન થયું છે.
ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જેમાં જીત મેળવીને ભારતીય ટીમે 295 રનથી જીત મેળવીને સીરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. દરમિયાન આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
ડૉર્વિન ક્રિકેટ ક્લબે આપી નિધનની જાણકારી
ક્રિકેટરના મૃત્યુનો ખુલાસો ડાર્વિન ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવ્યો છે. તેને પોતાના ફેસબુક પેજ પર એક પૉસ્ટ દ્વારા આ માહિતી આપી છે. આદિ ડેવના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
ડેવ એક સારો ઓલરાઉન્ડર હતો. તેણે ડાબા હાથની સ્પિન બૉલિંગથી સારા બેટ્સમેનોને ફસાવ્યા છે. ડેવ પહેલીવાર 15 વર્ષની ઉંમરે લાઇમલાઇટમાં આવ્યા હતા. 2017માં આ ખેલાડીએ ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથ સાથે ઈન્ટ્રા ટીમમાં મેચ રમી હતી. આ દરમિયાન તેને મેદાનમાં ઉતરવાની તક મળી.
10 વર્ષ પહેલા પણ બની ચૂકી છે ક્રિકેટના મોતની ઘટના
10 વર્ષ પહેલા 27 નવેમ્બરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે પોતાના સારા ખેલાડીને ગુમાવ્યો હતો. સ્ટાર ક્રિકેટર ફિલ હ્યુજીસનું 27 નવેમ્બર 2014ના રોજ અવસાન થયું હતું. ફિલ હ્યુજીસને બેટિંગ દરમિયાન માથામાં ઈજા થઈ હતી.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર સીન એબૉટના બૉલથી હ્યુજીસના માથા પર વાગ્યો હતો. આ પછી તે કોમામાં ચાલ્યો ગયો. હૉસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી પરંતુ અંતે તેનું મોત થયું હતું.
આ પણ વાંચો