(Source: ECI/ABP News/ABP Majha)
Babar Azam Car: 2 કરોડની કાર આવી ક્યાંથી? બાબર આઝમ પર છેતરપિંડીનો આરોપ! પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારે ખોલ્યું આ રહસ્ય
Babar Azam Car: બાબર આઝમને ઓડી કંપનીની મોંઘી કાર ભેટમાં મળી હતી, જે સમાચારોમાં હાલ ચર્ચામાં છે. ભારતમાં તેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે અને પાકિસ્તાનમાં તેની સૌથી વધુ કિંમત 8 કરોડ રૂપિયા છે.
Babar Azam Car: T20 વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનની ટીમ બહાર થયા બાદ કેપ્ટન બાબર આઝમ અને તેની ટીમની ભારે ટીકા થઈ રહી છે. ગત વર્લ્ડ કપમાં રનર્સઅપ રહી ચૂકેલી પાકિસ્તાની ટીમ આ વખતે સુપર-8માં પણ જગ્યા બનાવી શકી નથી. પાકિસ્તાનના મુખ્ય કોચ ગેરી કર્સ્ટને પણ ટીમમાં એકતાના અભાવનો સ્વીકાર કર્યો છે. હવે એક વરિષ્ઠ પત્રકારે બાબર આઝમ પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાં બાબર આઝમને મોંઘી કાર ગિફ્ટ કરવાની વાત કરવામાં આવી છે. આ કારનું નામ Audi e-tron GT છે, જેની ભારતમાં કિંમત 2 કરોડ રૂપિયા સુધી માનવામાં છે. જ્યારે પાકિસ્તાનમાં તેની કિંમત સૌથી વધુ 8 કરોડ રૂપિયા છે. આ કાર વિશે કહેવામાં આવ્યું હતું કે બાબરના ભાઈએ તેને ગિફ્ટ કરી હતી.
'તેના ભાઈની સ્થિતિ...'
વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર મુબાશિર લુકમાન કહેતા જોવા મળી રહ્યા છે, "બાબર આઝમને નવી ઓડી ઈ-ટ્રોન મળી છે. આઝમે કહ્યું કે આ કાર વગેરે તેને તેના ભાઈએ ભેટમાં આપ્યું છે. હું જાણવા માંગુ છું કે તેનું શું કામ છે. જે ભાઈ 7-8 કરોડની કાર ગિફ્ટ કરી રહ્યા છે તેઓ કાઇ નથી કરી રહ્યા. અને મને કોઈએ કહ્યું કે તમે જો નાની ટીમો સામે હારી જાઓ તો પણ તમને પ્લૉટ નહીં મળે. તેણે કહ્યું બધા જાણે છે કે કોને શું મળી રહ્યું છે?
پاکستان کرکٹ ٹیم کے مایہ ناز جواری کھلاڑی.....
بابر اعظم کو امریکا سے میچ ہارنے پر 8 کروڑ کی آڈی ای ٹرون کار اور دبئی میں اپارٹمنٹ کا
👇👇👇👇تحفہ ملا۔ مبشر لقمان کا انکشاف pic.twitter.com/QaaDumG4W9 — Qamar Raza (@Rizzvi73) June 19, 2024
પાકિસ્તાનની ટીમ હવે શું કરશે?
પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ ગઈ છે અને પાકિસ્તાનની ટીમ આગામી બે મહિના સુધી કોઈ ક્રિકેટ નહીં રમે. તેમની આગામી શ્રેણી ઓગસ્ટમાં બાંગ્લાદેશ સામે રમાવાની છે, જેના સંદર્ભમાં સમાચાર છે કે બાબર આઝમ, શાહીન આફ્રિદી અને મોહમ્મદ રિઝવાનને આરામ આપવામાં આવી શકે છે. આ સિવાય પાકિસ્તાન આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નીમાં પણ ભાગ લેવા જઈ રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે ટીમના ભવિષ્યને લઈને મુખ્ય કોચ ગેરી કર્સ્ટન અને બોલિંગ કોચ જેસન ગિલેસ્પીની પણ સલાહ લેવામાં આવશે.