શોધખોળ કરો
Advertisement
ક્રિકેટની વાપસીને મોટો ઝટકો, કોરોનાના વધતા કેરને લઇને આ મહત્વની સીરીઝ થઇ રદ્દ
ઝીલેન્ડને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું કે તે ખેલાડી અને સ્ટાફને લઇને કોઇ ખતરો ઉઠાવવા માંગતુ નથી
નવી દિલ્હીઃ કોરોનાના વધતા કેસની વચ્ચે ક્રિકેટની વાપસીની આશા પર મોટો ફટકો વાગ્યો છે. બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડની સાથે રમાનારી ઘરેલુ સીરીઝને રદ્દ કરી દીધી છે. ન્યૂઝીલેન્ડને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું કે તે ખેલાડી અને સ્ટાફને લઇને કોઇ ખતરો ઉઠાવવા માંગતુ નથી.
બીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું- હાલની કૉવિડ-19 મહામારીને જોતા ઓગસ્ટ 2020માં એક પૂર્ણ ક્રિકેટ સીરીઝની મહેમાની કરવાની તૈયારીઓ કરવી પડકારરૂપ બનશે. અમે ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને સંબંધિત હિતધારકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઇને કોઇ ખતરો નથી લેવા માંગતા.
તેમને કહ્યું કે આ સ્થિતિમાં, બીસીબી અને એનજેડસીએ મળીને સીરીઝને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. અમને લાગે છે કે આનાથી ખેલાડીઓ અને અધિકારીઓ તથા બન્ને ટીમોમાં ઉંડી નિરાશા ફેલાશે. પણ મને લાગે છે કે ન્યૂઝીલેન્ડ પણ આ સ્થિતિને સમજે છે.
બાંગ્લાદેશને ન્યૂઝીલેન્ડની બે મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે, જે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે. આ પહેલા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી સીરીઝને પણ રદ્દ કરી ચૂક્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement