ચેમ્પિયન્સ ટ્રોફી 2025: પ્રેસ કોન્ફરન્સની 5 મહત્વની બાબતો, મળી જશે દરેક સવાલના જવાબ
રોહિત શર્માની કેપ્ટનશીપ, ગિલ વાઈસ-કેપ્ટન, શમીની વાપસી, પંતની પસંદગી અને અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો.

Champions Trophy press conference highlights: કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાંથી પાંચ મહત્વપૂર્ણ બાબતો નીચે મુજબ છે:
- ઋષભ પંત ટીમમાં: ઋષભ પંતની ટીમમાં પસંદગી કરવામાં આવી છે, પરંતુ તે પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ પસંદગીનો વિકેટકીપર નહીં હોય. કેએલ રાહુલને પ્રથમ વિકેટકીપર તરીકે તક આપવામાં આવશે. રાહુલ પાંચમા ક્રમે બેટિંગ કરશે.
- શ્રેયસ ઐયર મિડલ ઓર્ડરમાં: શ્રેયસ ઐયર પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે અને તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. ઓપનિંગ જોડી તરીકે શુભમન ગિલ અને રોહિત શર્મા ઇનિંગ્સની શરૂઆત કરશે.
- જાડેજા ચોથા સ્પિનર: રવિન્દ્ર જાડેજા 15 સભ્યોની ટીમમાં ચોથા સ્પિનર તરીકે સામેલ છે. તેને ટીમમાં એ જ રીતે સામેલ કરવામાં આવ્યો છે જે રીતે 2011ના વર્લ્ડ કપ દરમિયાન હરભજન સિંહને ટીમમાં લેવાયો હતો.
- રોહિત શર્મા ડોમેસ્ટિક ક્રિકેટ રમશે: કેપ્ટન રોહિત શર્મા ડોમેસ્ટિક ક્રિકેટ રમશે, એટલે કે તે રણજી ટ્રોફીમાં ભાગ લેશે. આ સિવાય તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હશે.
- BCCIના નવા નિયમો હજુ લાગુ નહીં થાય: BCCI દ્વારા નવા નિયમો લાગુ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા નથી.
ટીમમાં અન્ય ખેલાડીઓ અને મહત્વપૂર્ણ બાબતો:
2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા કેપ્ટન અને શુભમન ગિલ વાઈસ-કેપ્ટન રહેશે.
વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમમાં તક મળી નથી.
લાંબા સમયથી ટીમની બહાર રહેલા મોહમ્મદ શમીની ટીમમાં વાપસી થઈ છે.
T20 મેચોમાં સારું પ્રદર્શન કરનાર અર્શદીપ સિંહને વનડેમાં પણ તક આપવામાં આવી છે.
મોહમ્મદ સિરાજને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. વિજય હજારેમાં 750થી વધુની એવરેજથી રન બનાવનાર કરુણ નાયરને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.
આ પણ વાંચો....
25 વર્ષના આ ખેલાડીની લાગી લોટરી, ટીમ ઈન્ડિયામાં અચાનક મળી વાઈસ કેપ્ટનની જવાબદારી



















