IND vs NZ 3rd T20I:મેચની ટિકિટનું બ્લેકમાં વેચાણ કરતા કેટલાક લોકોને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યા
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચોની સીરિઝ રમી રહી છે. હવે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
IND vs NZ 3rd T20I : ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચોની સીરિઝ રમી રહી છે. બંને ટીમોએ 1-1 મેચ જીતીને શ્રેણીમાં રોમાંચક વળાંક લાવી દીધો છે. હવે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સાંજે સાત વાગ્યે મેચ શરુ થશે. બંને ટીમો આ મેચ જીતવા માટે પ્રયાસ કરશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીરીઝની છેલ્લી T-20 મેચ રમાશે. મેચ શરૂ થાય તેની પહેલાં સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મોટેરા ખાતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બહાર ટિકિટનું બ્લેકમાં વેચાણ કરતા કેટલાક લોકોને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યા છે. 800 રૂપિયાની ટિકિટને રૂ. 2,000માં વેચતા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ ખાનગી ડ્રેસમાં આવી બ્લેકમાં ટિકિટ વેચતા લોકો પર નજર રાખી રહી છે.
શું ભારતની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર
ટોસ કેટલો મહત્વનો હશે?
અત્યાર સુધી અહીં રમાયેલી 6 આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી છે અને બાદમાં બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી છે. આવી સ્થિતિમાં અહીં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
પૃથ્વી શોએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2021માં રમી હતી
પૃથ્વી શૉ વિશે વાત કરીએ તો, તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2021માં ભારતીય ટીમના શ્રીલંકાના પ્રવાસ દરમિયાન રમી હતી. જો કે, શૉ તેની T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.