Cheteshwar Pujara: ચેતેશ્વર પૂજારાનું શાનદાર ફોર્મ યથાવત, સતત ત્રીજી મેચમાં ફટકારી સદી
ભારતના અનુભવી ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં સસેક્સ (sussex) તરફથી રમતા સતત ત્રીજી કાઉન્ટી મેચમાં સદી ફટકારી છે
ભારતના અનુભવી ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં સસેક્સ (sussex) તરફથી રમતા સતત ત્રીજી કાઉન્ટી મેચમાં સદી ફટકારી છે. ડરહામ સામેની કાઉન્ટી મેચના બીજા દિવસે ચેતેશ્વર પૂજારા 198 બોલમાં 128 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ દરમિયાન ચેતેશ્વર પૂજારાએ પોતાની અણનમ ઇનિંગમાં 16 ચોગ્ગા ફટકાર્યા હતા.
ANOTHER 💯!@cheteshwar1 🤯 👏 pic.twitter.com/4nqhzhQjqW
— Sussex Cricket (@SussexCCC) April 29, 2022
ચેતેશ્વર પૂજારાની આ ઇનિંગથી sussexની ટીમ ડરહમ પર પ્રથમ ઇનિંગમાં મોટી લીડ લેવા તરફ આગળ વધી રહી છે. પ્રથમ દાવમાં ડરહામના 223 રનના જવાબમાં sussexએ પાંચ વિકેટે 362 રન બનાવ્યા હતા અને અત્યાર સુધી 139 રનની લીડ મેળવી હતી.
સતત ત્રીજી મેચમાં સદી ફટકારી
ભારતીય ટીમમાં વાપસી કરવા માંગતા પૂજારાની પાંચ ઇનિંગ્સમાં આ ત્રીજી સદી છે. આ દરમિયાન પૂજારાએ sussex સાથેની તેની ડેબ્યૂ મેચમાં 6 અને અણનમ 201 રન બનાવ્યા હતા, જેના કારણે ટીમ ડર્બીશાયર સામે ફોલોઓન મેળવ્યા બાદ મેચ ડ્રો કરી હતી.
પૂજારા ટીમમાં વાપસી કરી શકે છે
ત્યારબાદ પૂજારાએ વર્સેસ્ટરશાયર સામે 109 અને 12 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે આ મેચમાં તેની ટીમને 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ ભારતીય ટીમમાંથી પડતો મુકવામાં આવેલા પૂજારા આ શાનદાર લયના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ માટે ટીમમાં વાપસી કરી શકે છે.
પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો
કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારી