(Source: ECI/ABP News/ABP Majha)
ટી20માં આ બેટ્સમેને કરી યુવરાજ વાળી, 13 બૉલમાં ફટકારી દીધી ફિફ્ટી, જુઓ ચોગ્ગા-છગ્ગાનો વીડિયો.......
હવે તે આ મામલામાં માર્કસ ટેસ્કોથિકની સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માર્કસ ટેસ્કોથિકે પણ 13 બૉલમાં ફિફ્ટી ફટકારી હતી.
Sunil Narine: બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL 2022)માં કોમિલા વિક્ટૉરિયન્સ અને ચટગાંવ ચેલેન્જર્સની વચ્ચે રમાયેલી મેચમાં સુનિલ નારેન (Sunil Narine)એ રમઝટ બોલાવી દીધી. સુનિલ નારેને ચોગ્ગા અને છગ્ગાનો મેચમાં વરસાદ કરી દીધો. તેને માત્ર 13 બૉલમાં યુવરાજ સ્ટાઇલમાં બેટિંગ કરીને તાબડતોડ ફિફ્ટી ફટકારી દીધી હતી. જોકે, તે યુવરાજનો ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ ના હતો તોડી શક્યો. હવે તે આ મામલામાં માર્કસ ટેસ્કોથિકની સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માર્કસ ટેસ્કોથિકે પણ 13 બૉલમાં ફિફ્ટી ફટકારી હતી.
યુવરાજનો રેકોર્ડ ના તોડી શક્યો સુનિલ નારેન-
યુવરાજ સિંહે વર્ષ 2007માં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ માત્ર 12 બૉલમાં ફિફ્ટી બનાવી હતી. તે પછી વિસ્ફોટક કેરેબિયન બેટ્સમેને ક્રિસ ગેલ અને અફઘાનિસ્તાનના હજરાતુલ્લાહ જજાઇ પણ 12-12 બૉલમાં ફિફ્ટી ફટકારી ચૂક્યા છે. પરંતુ કોઇપણ યુવરાજનો રેકોર્ડ નથી તોડી શક્યા. સુનિલ નારેન પાસે મોકો હતો પરંતુ તે આ રેકોર્ડની બરાબર કરવાનુ પણ ચૂકી ગયો.
આવી રહી સુનિલ નારેનની ઇનિંગ-
આ મેચમાં સુનિલ નારેન કોમિલા વિક્ટૉરિયન્સ તરફથી ઓપનર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. વિક્ટૉરિયન્સની ઇનિંગના પહેલા બૉલ પર જ તેનો જોડીદાર લિટ્ટાન દાસ આઉટ થઇ ગયો. જોકે, સુનિલ નારેનને આનાથી કોઇ ફરક ના પડ્યો. તેને શરૂઆતમાં જ બૉલને બાઉન્ડ્રી બહાર મોકલવાનુ શરૂ કરી દીધુ. સુનિલે આ દરમિયાન 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 16 બૉલમાં 57 રન બનાવ્યા. તે મુત્યુંજય ચૌધરીના હાથોમાં કૉટ એન્ડ બૉલ્ડ થયો હતો.
OMGHBFUEBFIOEBV...
— FanCode (@FanCode) February 16, 2022
Brb, collecting our jaws from the floor! 🤯
📺 WATCH THE FASTEST-EVER 50 IN THE HISTORY OF #BPL ON #FANCODE 👉 https://t.co/zQb7mURAnc#BPLonFanCode #BBPL2022 @SunilPNarine74 pic.twitter.com/SJcxCojRg1
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ