હાર્દિક પંડ્યા પાસે છે દુનિયામાં અતિ ધનિકો પાસે જ હોય એવી આ અલ્ટ્ર્રા-રેર ઘડિયાળ, કિંમત છે 5 કરોડથી વધુ, જાણો વિગત
ખાસ વાત છે કે હાર્દિક પંડ્યા પાસેથી જે અલ્ટ્ર્રા-રેર ઘડિયાળ જપ્ત કરવામા આવી છે, જે દુનિયાના અતિ ધનિક ગણાતા લોકો જ પહેરે છે,
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા વધુ એક મોટી મુશ્કેલીમાં ફસાયો છે. હાર્દિક પંડ્યાની 5 કરોડની બે ઘડિયાળો કસ્ટમ વિભાગે જપ્ત કરી છે. તેની પાસે આ ઘડિયાળના ઈનવોઈસ નહોતા અને આ ઘડિયાળનું ડિક્લેરેશન પણ નહોતું કર્યું. આઈસીસી ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ટીમ ઈન્ડિયા પરત ફરી છે. ટીમની સાથે હાર્દિક પંડ્યા પણ રવિવારે મોડી રાતે સ્વદેશ પરત ફર્યો હતો. તેને કસ્ટમ વિભાગે અટકાવ્યો હતો અને બે ઘડિયાળ ડિટેન કરી છે. આ ઘડિયાળની કિંમત 5 કરોડ રૂપિયા છે. ખાસ વાત છે કે હાર્દિક પંડ્યા પાસેથી જે અલ્ટ્ર્રા-રેર ઘડિયાળ જપ્ત કરવામા આવી છે, જે દુનિયાના અતિ ધનિક ગણાતા લોકો જ પહેરે છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ અને એક્ટરો પાસે અલ્ટ્ર્રા-રેર ઘડિયાળ હોય છે.
આઈસીસી ટી20 વર્લ્ડકપમાં હાર્કિદ પંડ્યા ફ્લોપ સાબિત થયો હતો. તેની ગણતરી શાનદાર ઓલરાઉન્ડરમાં થાય છે. પરંતુ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરી શક્યો નહોતો. ટી20 વર્લ્ડકપની 3 ઈનિંગમાં તેણે માત્ર 69 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે તે ફ્લોપ સાબિત થયો હતો.
View this post on Instagram
બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટી-20 સીરિઝમાં 16 સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો નથી. આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહષ શમીને આરામ આપવામાં આવ્યો છે. વેંકટેસ અય્યર, હર્ષલ પટેલ અને આવેશ ખાનને ટીમમાં સામેલ કરાયા છે. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડને પણ મોકો મળ્યો છે.
View this post on Instagram
View this post on Instagram