શોધખોળ કરો

CWC 2023: ઈંગ્લેન્ડ સામે મુકાબલા પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, સૌથી ઝડપી સદી ફટકારનારો ખેલાડી બહાર 

ICC ODI વર્લ્ડ કપ 2023માં તેની છેલ્લી ચાર મેચ જીતી ચૂકેલી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમને તેની સાતમી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ટીમનો સામનો કરવાનો છે.

world cup 2023  :ICC ODI વર્લ્ડ કપ 2023માં તેની છેલ્લી ચાર મેચ જીતી ચૂકેલી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમને તેની સાતમી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ટીમનો સામનો કરવાનો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 4 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જો કે આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો પડ્યો છે અને શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ મેચમાંથી બહાર થઈ ગયો છે. મેક્સવેલ ગોલ્ફ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેના કારણે તે તેની ટીમની આગામી મેચનો ભાગ બની શકશે નહીં.  ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ વર્લ્ડ કપ 2023માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.     

ઈએસપીએન ક્રિકઈન્ફોના સમાચાર મુજબ ક્લબ હાઉસથી ટીમ બસમાં પરત ફરતી વખતે ગ્લેન મેક્સવેલ બેસવાની જગ્યા ન હોવાને કારણે ગોલ્ફ કાર્ટની પાછળનો ભાગ પકડીને ઉભો હતો, પરંતુ તેની પકડ ઢીલી પડી ગઈ અને તે પડી ગયો. હવે તે છથી આઠ દિવસ સુધી કન્કશન પ્રોટોકોલમાં રહે તેવી શક્યતા છે. આ કારણોસર તે ઈંગ્લેન્ડ સામેની મેચનો ભાગ નહીં બને.

મેક્સવેલ તાજેતરમાં 2023 વર્લ્ડ કપની પ્રથમ કેટલીક મેચોમાં બેટ સાથે સતત ખરાબ પ્રદર્શન બાદ ફોર્મમાં પાછો ફર્યો હતો. ઓલરાઉન્ડરે અરુણ જેટલી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે 40 બોલમાં વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી અને 49 બોલમાં સૌથી ઝડપી સદીના એડન માર્કરામનો રેકોર્ડ તોડ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ વર્તમાન વર્લ્ડ કપમાં પણ આ સિદ્ધિ મેળવી હતી અને તેણે 2011માં આયર્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી કેવિન ઓ'બ્રાયન (50 બોલ)નો રેકોર્ડ તોડ્યો હતો.

મેક્સવેલની બાદબાકીનો અર્થ એ છે કે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની મેચ માટે માર્કસ સ્ટોઈનિસ અથવા કેમેરોન ગ્રીનને ટીમમાં સામેલ કરવા પડશે અને માર્નસ લાબુશેન પોતાનું સ્થાન જાળવી શકશે.

ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપ 2023માં સારું ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે

ગ્લેન મેક્સવેલે ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં પોતાની ટીમ માટે બોલિંગ અને બેટિંગ બંનેમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે છ મેચમાં 196 રન બનાવ્યા છે અને બોલિંગમાં ચાર વિકેટ પણ લીધી છે. તેનો ઈકોનોમી રેટ માત્ર 4.82 છે, જે ખૂબ સારો કહી શકાય.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget