T20 World Cup: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિને લઈને વોર્નરની મોટી જાહેરાત, ઈતિહાસ રચ્યા બાદ આપ્યું નિવેદન
T20 World Cup: ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છે. ડેવિડ વોર્નરે આ વાતનો ખુલાસો વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પ્રથમ T20 મેચ બાદ કર્યો હતો.
T20 World Cup: ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છે. ડેવિડ વોર્નરે આ વાતનો ખુલાસો વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પ્રથમ T20 મેચ બાદ કર્યો હતો. ડેવિડ વોર્નરે કહ્યું કે તે આ વર્ષના T20 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. ડેવિડ વોર્નર પહેલા જ વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા ડેવિડ વોર્નરે તેની 100મી T20 મેચ રમી હતી. 100મી T20 મેચમાં 36 બોલમાં 72 રનની ઇનિંગ રમી. આ સાથે ડેવિડ વોર્નર T20, ODI અને ટેસ્ટની 100મી મેચમાં 50થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
THE DAVID WARNER SHOW 🔥
— Johns. (@CricCrazyJohns) February 9, 2024
Fifty from just 22 balls on his 100th T20I match - some crazy batting by Davey in the World Cup year. pic.twitter.com/kzZKlQnsLh
હું આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ રમવા માંગુ છું
જોકે ડેવિડ વોર્નર ક્રિકેટની મજા માણી રહ્યો છે. વિશેષ સિદ્ધિ હાંસલ કર્યા બાદ ડેવિડ વોર્નરે કહ્યું, 'જીતવું ખૂબ જ ખાસ છે. બેટિંગ કરવા માટે તે ખૂબ જ સારી વિકેટ હતી. હું તેનો ફાયદો ઉઠાવવામાં સફળ રહ્યો. ખૂબ જ સારું અને તાજગી અનુભવી રહ્યો છું. હું સંપૂર્પણેણ ચાર્જ છું. હું આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ રમવા માંગુ છું. તે ખૂબ જ અદ્ભુત પ્રવાસ રહ્યો છે. હવે 6 મહિના બાકી છે. અમે ન્યુઝીલેન્ડ સામે જીતવાનો પ્રયાસ કરીશું.
ડેવિડ વોર્નર ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટ્સમેન રહ્યો છે
ડેવિડ વોર્નર ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર રહ્યો છે. ડેવિડ વોર્નરે 112 ટેસ્ટ મેચ રમીને 8786 રન બનાવ્યા હતા. વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં 26 સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. ડેવિડ વોર્નર પણ ODIમાં બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનનાર ઓસ્ટ્રેલિયાનો ભાગ હતો. વોર્નરે 161 ODI મેચ રમીને 6932 રન બનાવ્યા હતા. વોર્નરે વનડેમાં 22 સદી ફટકારી છે. 100 ટી20 મેચ રમ્યા બાદ વોર્નરે 2964 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નરે ટી20 ક્રિકેટમાં પણ સદી ફટકારી છે. જોકે હવે ડેવિડ વોર્નરે ત્રણેય ફોર્મેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial