DC-W vs MI-W Final : મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બની ચેમ્પિયન, દિલ્હીને 7 વિકેટથી હરાવ્યું
મહિલા પ્રીમિયર લીગ પોતાના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયું છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાશે.
LIVE
Background
DC-W vs MI-W Final WPL 2023 LIVE: મહિલા પ્રીમિયર લીગ પોતાના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયું છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાશે. સાંજે 7:30 વાગે બેબ્રૉન સ્ટેડિયમ મુંબઇમાં આ મેચ રમાશે. બન્ને ટીમો WPL ની પહેલો ખિતાબ જીતવા માટે કોઇ કસર છોડશે નહીં.
ટૂર્નામેન્ટમાં કેવી રહી બન્નેની સફર
ટૂર્નામેન્ટની લીગ મેચોમાં તમામ ટીમો એકબીજા સામે 2-2 મેચ રમી ચૂકી છે. આવામાં હરમન પ્રીત કૌરની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સ અને મેગ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કપિટલ્સ આમને સામને આવી છે. મુંબઇ વિરુદ્ધ દિલ્હીની પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે 8 વિકેટથી જીત પોતાના નામે કરી હતી. વળી, બીજી ટક્કરમાં દિલ્હી કેપિટલ્સે 9 વિકેટથી બાજી મારી હતી. લીગ મેચોમાં બન્નેની મેચો જોતા કોઇ એકને વિજેતા કહેવુ આસાન નથી. આવામાં ફાઇનલ મેચમાં જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
ખિતાબી મેચો માટે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો મેગ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સે ટૂર્નામેન્ટ શાનદાર પ્રદર્શન કર્યુ છે. આવામાં દિલ્હી પોતાની છેલ્લી પ્લેઇંગ ઇલેવન કૉમ્બિનેશનને યથાવત રાખવા માંગશે. વળી, મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો તેને પોતાની છેલ્લી મેચ (એલિમિનેટર)માં યૂપી વૉરિયર્સને 72 રનોથી હાર આપી હતી. આવામાં પોતાની તે જ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરવાનું પસંદ કરશે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત ટીમ -
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કેમ્સે, જેમિમા રૉડ્રિગ્ઝ, મારિજાને કેપ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), જેસ જોનાસેન, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાન્ડે, પૂનમ યાદવ.
મુંબઇ ઇન્ડિયન્સની સંભવિત ટીમ -
હરમન પ્રીત કૌર (કેપ્ટન), હેલે મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેટ સિવર બ્રન્ટ, મેલી કેર, પૂજા વસ્ત્રાકર, ઇસ્સી વૉન્ગ, અમનજોત કૌર, હુમેરા કાજી, જિન્તિમાની કલિતા, સાયકા ઇશાક.
મુંબઈની ફાઈનલમાં શાનદાર જીત
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે દિલ્હીને 7 વિકેટથી હરાવી ફાઈનલ મુકાબલામાં જીત મેળવી છે. મુંબઈની ટીમ ચેમ્પિયન બની ગઈ છે. ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડી નતાલી સીવર બ્રન્ટે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું છે. તેણે 55 બોલમાં અણનમ 60 રન બનાવીને ટાઈટલ જીત્યું હતું.
મુંબઈની ટીમે છ ઓવરમાં બે વિકેટ ગુમાવી 27 રન બનાવ્યા
મુંબઈની ઈનિંગ્સનો પાવરપ્લે સમાપ્ત થઈ ગયો છે. મુંબઈની ટીમે છ ઓવરમાં બે વિકેટ ગુમાવી 27 રન બનાવ્યા છે. નતાલી સીવર બ્રન્ટ 17 બોલમાં 6 અને કેપ્ટન હરમનપ્રીત કૌર ચાર બોલમાં 2 રન રમી રહી છે. મુંબઈને જીતવા માટે 84 બોલમાં 105 રન બનાવવાના છે.
મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ
દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટે 131 રન બનાવ્યા હતા. 79 રનમાં નવ વિકેટ ગુમાવ્યા બાદ શિખા પાંડે અને રાધા યાદવે છેલ્લી વિકેટ માટે 24 બોલમાં અણનમ 52 રનની ભાગીદારી કરી હતી. રાધાએ 12 બોલમાં અણનમ 27 અને શિખાએ 17 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. રાધાએ પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
દિલ્હીએ 10 ઓવરમાં 3વિકેટ ગુમાવી 68 રન બનાવ્યા
દિલ્હી કેપિટલ્સની અડધી ઈનિંગ પૂરી થઈ છે. દિલ્હીની ટીમે 10 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 68 રન બનાવ્યા છે. કેપ્ટન મેગ લેનિંગ 27 બોલમાં 34 અને મેરિજન કેપ 19 બોલમાં 14 રન બનાવી રમતમાં છે. ચોથી વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી.
ત્રીજો ઝટકો લાગ્યો
ઇસી વોંગે દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે પાંચમી ઓવરના બીજા બોલ પર જેમિમા રોડ્રિગ્ઝને આઉટ કરી. જેમિમા બે ચોગ્ગાની મદદથી નવ રન બનાવીને કેચ આઉટ થઈ. જેમિમાના આઉટ થયા બાદ મેરિજન કેપ ક્રિઝ પર આવી.