શોધખોળ કરો
Advertisement
ધોની રાફેલ પર શું બોલ્યો ને વાયુસેનાના કયા ફાઇટર જેટને ગણાવ્યુ પોતાનુ સૌથી ફેવરેટ, જાણો વિગતે
ધોનીએ બીજા ટ્વીટમાં ભારતીય પાયલટોને સારા પાટલય બતાવતા કહ્યું કે દુનિયાભરમાં બેસ્ટ વિમાન, બેસ્ટ પાયલટોના હાથમાં આવી ગયા છે. આનાથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે
નવી દિલ્હીઃ દેશની વાયુસેનામાં ફ્રાન્સમાંથી ખરીદેલા લડાકૂ વિમાન રાફેલને સામેલ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા ફેઝમાં મળેલા 5 રાફેલ વિમાનને સામેલ કરવામાં આવ્યા છે. રાફેલના વાયુસેનામાં સામેલ થવા પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલીવાર ખુશ થઇને પ્રતિક્રિયા આપી છે. ધોનીએ આ વાતને લઇને ટ્વીટ કર્યુ છે.
ધોનીએ પોતાના ટ્વીટમાં કહ્યું -વાયુસેનામાં 17 સ્ક્વડ્રન (ગોલ્ડ એરોઝ)માં રાફેલ સામેલ થવા પર અભિનંદન પાઠવ્યા હતા, આશા રાખીએ છીએ કે રાફેલ મિરાજ-2000ને પણ પોતાની સર્વિસથી પાછળ પાડી દેશે. પરંતુ સુખોઇ 30એમકેઆઇ હજુ પણ મારુ ફેવરેટ વિમાન છે. જવાનોને પણ હવે ડૉગફાઇટ માટે નવો ટાર્ગેટટ આપવામાં આવ્યો છે.
આની સાથે ધોનીએ બીજા ટ્વીટમાં ભારતીય પાયલટોને સારા પાટલય બતાવતા કહ્યું કે દુનિયાભરમાં બેસ્ટ વિમાન, બેસ્ટ પાયલટોના હાથમાં આવી ગયા છે. આનાથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે અંબાલા એરબેઝ પર થયેલા એક કાર્યક્રમમાં આ વિમાનોને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે ફ્રાન્સના રક્ષામંત્રી પણ હાજર રહ્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોની, ભારતીય સેનામાં માનદ લેફ્ટિનેન્ટ છે, અને તેમને સેના પ્રત્યે ખાસ લગાવ રહ્યો છે. ગયા વર્ષના વર્લ્ડકપ બાદ ધોની થોડાક સમય માટે સેનાની સાથે રહ્યાં હતા. હાલ આઇપીએલની 13મી સિઝન માટે યુએઇમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement