શોધખોળ કરો

શું તમે જાણો છો કઈ ટીમે સૌથી વધુ વન ડે વર્લ્ડકપ જીત્યા છે ? કપિલ દેવ-ધોનીએ અપાવ્યો છે કપ

તાજેતરમાં રણવીર સિંહ અભિનિત ફિલ્મ '83' રિલીઝ થઈ છે. આ ફિલ્મની સ્ટોરી ભારતે જીતેલા 1983ના વર્લ્ડકપ પર આધારિત છે.

તાજેતરમાં રણવીર સિંહ અભિનિત ફિલ્મ '83' રિલીઝ થઈ છે. આ ફિલ્મની સ્ટોરી ભારતે જીતેલા 1983ના વર્લ્ડકપ પર આધારિત છે. જે બાદ ભારતમાં ક્રિકેટ ક્રેઝની શરૂઆત થઈ હતી અને અનેક દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટીમને મળ્યા.

વન-ડે ક્રિકેટના વિશ્વકપનું આયોજન દર ચાર વર્ષે કરવામાં આવે છે. ક્રિકેટ વિશ્વકપનો પ્રારંભ 1975ના વર્ષમાં થયો હતો અને પ્રથમ વિશ્વકપ વિજેતા ટીમ વેસ્ટ ઇન્ડિઝ છે. ભારત બે વખત વિશ્વકપની ટ્રોફી મેળવવામાં સફળ રહ્યું છે. 1983માં કપિલદેવના નેતૃત્વ હેઠળ અને 2011માં એમ એસ ધોનીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વવિજેતા બન્યું હતું. હજુ સુધી સાઉથ આફ્રિકા અને ન્યૂઝિલેન્ડ વિજ્યવિજયી બની શક્યા નથી, પરંતુ ઓસ્ટ્રેલિયા પાંચ વખત વિશ્વકપ જીત્યું છે.

1975માં વેસ્ટ ઇન્ડિઝ વિજેતા

વનડે ક્રિકેટના પ્રથમ વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડના લોડ્સમાં ફાઇનલ રમાઈ હતી. પ્રથમ દાવ લઈને વેસ્ટ ઇન્ડિઝે 60 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. જોકે ઓસ્ટ્રેલિયા 58.4 ઓવરમાં 274 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝનો 17 રને વિજય થયો હતો. ફાઇનલમાં આશરે 24,000 દર્શકો આવ્યા હતા.

1979માં વેસ્ટ ઇન્ડિઝ વિજેતા

1979માં વેસ્ટ ઇન્ડિઝ ફરી વિશ્વવિજેતા બન્યું હતું. ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં વિન્ડિઝે 60 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. જોકે ઇંગ્લેન્ડ 51 ઓવરમાં 194 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું અને વિન્ડિઝનો 92 રન વિજય થયો હતો. લોડ્સના મેદાનમાં યોજાયેલી આ ફાઇનલમાં આશરે 32,000 દર્શકો આવ્યા હતા.

1983 ભારત વિજેતા

1983ના ક્રિકેટ વિશ્વકપમાં ભારત પ્રથમ વખત વિશ્વવિજેતા બન્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ સામેની ફાઇનલમાં ભારતે પ્રથમ દાવમાં 54.4 ઓવરમાં 183 રન બનાવ્યા હતા. જોકે મજબૂત બેટિંગ લાઇનઅપ ધરાવતી વિન્ડિઝની સમગ્ર ટીમ 51 ઓવરમાં 140 રને ઓલઆઉટ થઈ હતી અને ભારતનો 43 રન વિજય થયો હતો. લોડ્સમાં રમાયેલી ફાઇનલ જોવા માટે 30,000 પ્રેક્ષકો આવ્યા હતા.

1987માં ઓસ્ટ્રેલિયા વિજેતા

1987ના વન ડે ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન ભારત અને પાકિસ્તાનને સંયુક્તપણે કર્યું હતું. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા. પરંતુ ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 246 રન કરી શકી હતી. ઓસ્ટ્રેલિયા સાત રને વિજયી રહ્યું હતું. કોલકતા ઇડન ગાર્ડનમાં રમાયેલી ફાઇનલ મેચમાં આશરે 95,000 દર્શકોએ મેચનો આનંદ લીધો હતો.

1992માં પાકિસ્તાન વિજેતા

1992ના વિશ્વકપમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં ટક્કર થઈ હતી. પાકિસ્તાને પ્રથમ દાવમાં પ0 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ 49.2 ઓવરમાં 227 રન બનાવીને ઓલઆઉટ થઈ જતા પાકિસ્તાન 22 રન વિશ્વવિજેતા બન્યું હતું. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાયેલી ફાઇનલમાં 87,182 દર્શકો આવ્યા હતા.

1996માં શ્રીલંકા વિજેતા

1996ના વિશ્વકપની ફાઇનલમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. પ્રથમ દાવમાં શ્રીલંકાએ 46.2 ઓવરમાં ત્રણ વિકેટ ગમાવીને 245 કર્યા હતા. ઓસ્ટ્રેલિયા પ0 ઓવરમાં સાત વિકેટ 241 રન કરી શક્યું હતું. આ વિશ્વકપનું આયોજન ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્તપણે થયું હતું. પાકિસ્તાનના લાહોર ખાતેના ગદ્દાફી સ્ટેડિયમમાં આશરે 62,645 દર્શકોએ ફાઇનલ મેચ જોઇ હતી.

1999માં ઓસ્ટ્રેલિયા વિજેતા

1999ના વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. પાકિસ્તાન પ્રથમ દાવમાં 39.2 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ 20.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 133 રન કરીને વિશ્વકપ મેળવ્યો હતો. લંડનના લોડ્સ મેદાનમાં ફાઇનલ જોવા માટે 30,000 દર્શકો આવ્યા હતા.

2003માં ઓસ્ટ્રેલિયા વિજેતા

2003ના વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારતની ટીમ 39.2 ઓવરમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના જોહાનેસબર્ગમાં રમાયેલી ફાઇનલ જોવા માટે આશરે 32,887 દર્શકો આવ્યા હતા.

2007માં ઓસ્ટ્રેલિયા વિજેતા

2007માં ઓસ્ટ્રેલિયા ફરી વિશ્વવિજેતા બન્યું હતું. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 53 રને પરાજય આપીને ટ્રોફી મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ચાર વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા, પરંતુ શ્રીલંકા 215 રન બનાવી શક્યું હતું.

2011માં ભારતમાં વિજેતા

2011માં ભારત ક્રિકેટમાં બીજી વખત વિશ્વવિજેતા બન્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં શ્રીલંકાએ પ્રથમ દાવમાં 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા હતા. ભારતે ચાર વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

2015માં ઓસ્ટ્રેલિયા વિજેતા

2015નો વિશ્વકપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં રમાયો હતો. ફાઇનલમાં ન્યુઝિલેન્ડની ટીમ 45 ઓવરમાં 183 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 33.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની મેલબોર્નમાં રમાયેલી ફાઇનલમાં આશરે 93,013 દર્શકો આવ્યા હતા.

2019માં ઇંગ્લેન્ડ વિજેતા

2019ના વિશ્વકપની ફાઇનલ સૌથી વધુ રસપ્રદ પુરવાર થઈ હતી. લોડ્સમાં રમાયેલા ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝિલન્ડ વચ્ચે ટક્કર થઈ હતી અને વિજેતનો નિર્ણય સુપર ઓવરમાં થયો હતો. ફાઇનલમાં બંને ટીમોએ 241 રનનો સ્કોર કર્યો હતો. સુપર ઓવરમાં પણ ટાઇ પડી હતી. આખરે કઈ ટીમે વધુ બાઉન્ડ્રી મારી છે તેના આધારે વિશ્વવિજેતાનો નિર્ણય થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Embed widget