ENG vs PAK: પાકિસ્તાન સામે હેરી બ્રુકે ફરી કમાલ કરી, બીજા દિવસે એક જ ઓવરમાં ફટકાર્યા 27 રન
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દાવમાં 657 રન બનાવ્યા હતા.
Harry Brook Smashes 27 runs in one Over: પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દાવમાં 657 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે યુવા બેટ્સમેન હેરી બ્રુકે શાનદાર ઇનિંગ રમતા 116 બોલમાં 153 રન ફટકાર્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે 19 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ હતી કે ટેસ્ટ મેચના બીજા દિવસે તેણે પાકિસ્તાની બોલર ઝાહિદ મહમૂદની બોલિંગ પર એક ઓવરમાં 27 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે પહેલા દિવસે સઈદ શકીલની ઓવરમાં સતત 6 ચોગ્ગા ફટકાર્યા હતા.
બ્રુકે આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી છે
ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 83મી ઓવરમાં આ કારનામું કર્યું હતું. તેણે બ્રુક સામે બોલિંગ કરવા આવેલા ઝાહિદ મહમૂદનું સિક્સર વડે સ્વાગત કર્યું હતું. આ પછી બ્રુકે મહેમૂદના બોલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. બ્રુકનું બેટ અહીં જ ન અટક્યું, આ પછી તેણે ઓવરના છેલ્લા બે બોલમાં સતત બે સિક્સર ફટકારીને આ ઓવરમાં 27 રન બનાવ્યા.
બ્રુક પહેલા પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર શાહિદી આફ્રિદી આ કારનામું કરી ચૂક્યો છે. તેણે ભારત સામે 2005-06ની શ્રેણીમાં હરભજન સિંહ સામેની ઓવરમાં 27 રન બનાવ્યા હતા. આફ્રિદીએ આ કારનામું લાહોર ક્રિકેટ સ્ટેડિયમમાં કર્યું હતું, જ્યારે બ્રુકે આ કારનામું રાવલપિંડીમાં કર્યું હતું.
IPL 2023: આઇપીએલમાં નહીં દેખાય આ ત્રણ દિગ્ગજોને જલવો, ઓક્શનમાં નથી આપ્યુ નામ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ સિઝન માટે 23 ડિસેમ્બર, 2022ને કોચ્ચીમાં ઓક્શનનુ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે, આ દરમિયાન આઇપીએલના ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આ આ વખતે ત્રણ દિગ્ગજ ખેલાડીઓ IPLનો ભાગ નહીં રહે.
રિપોર્ટ પ્રમાણે, આ વખતે આઇપીએલ 2023માં સ્ટીવ સ્મિથ, ડ્વેન બ્રાવો, અને માર્નસ લાબુશાને જેવા દિગ્ગજો નહીં રમતા દેખાય. ખરેખરમાં આ ત્રણેય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ છે, પરંતુ તેમને IPLની મિની ઓક્શનમાં સામેલ થવા માટે નામ નથી આપ્યુ, આ ક્રિકેટરોએ નામ ના રજિસ્ટર કરાવવાથી હવે આઇપીએલ 2023 નહીં રમે તે નક્કી થઇ ગયુ છે.